Western Times News

Gujarati News

દિવ્યંકા ત્રિપાઠી શેમારુ દ્વારા સંચાલિત ચેટ શો ‘સ્ટાર્સ કી ચુટકી’માં ઉપસ્થિત

લોકપ્રિય ટીવી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠી અને તેમના પતિ વિવેક દહિયા તાજેતરમાં ટાટા  સ્કાય કોમેડી ઉપર શેમારુ દ્વારા સંચાલિત ચેટ શો ‘સ્ટાર્સ કી ચુટકી’ ઉપર ઉપસ્થિત રહ્યાં હતાં. આ લોકપ્રિય કલાકારોએ તેમના ચાહકોને પોતાના વ્યક્તિગત જીવન વિશે જાણકારી આપીને કેટલાંક લક્ષ્યો આપ્યાં હતાં. એક તબક્કે દિવ્યંકા ત્રિપાઠીએ જણાવ્યું હતું કે કેવી રીતે તે અંબાણીના મિત્ર બનવા માગતી હતી.

The popular television actress Divyanka Tripathi along with her husband &actor Vivek Dahiya recently appeared on a chat show, ‘Stars Ki Chutki’ on Tata Sky Comedy powered by Shemaroo. The celebrated actors gave couple goals to their fans while sharing details about their personal life. At one such instance,Divyankaspoke about how she wanted to become friends withthe Ambanis.

કલાકર તરીકે સાથે મળીને કામ કરવાથી લઇને એકબીજાના પ્રેમમાં પડવા અંગેની વાત કરતાં દંપતિએ તેમના સુખી લગ્નજીવનના રહસ્યો ખુલ્લાં મૂક્યાં હતાં. હોસ્ટ સાથે વાત કરતાં દિવ્યંકાએ જણાવ્યું હતું કે તે વિવેક તરફથી હંમેશા લાડ અને ધ્યાનની અપેક્ષા રાખે છે. વિવેકની જગ્યાએ અન્ય કઇ વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરવા ઇચ્છશો તેવા પ્રશ્નના જવાબમાં દિવ્યંકાએ જણાવ્યું કે, જો મને તક આપવામાં આવે તો હું અંબાણીનું ધ્યાન આકર્ષિત કરીશ કારણકે તેઓ દરેક જગ્યાએ છે. તેમનું ધ્યાન ખેંચવાનું કોઇ પસંદ નહીં કરે.

દિવ્યંકા અને વિવેકે તેમના તમામ નિર્ણયોમાં એકબીજાને કેવી રીતે સપોર્ટ કરે છે તે પણ જણાવ્યું હતું. દિવ્યંકાએ જણાવ્યું હતું કે વિવેક પરફેક્ટ પતિ છે અને તે ક્યારેય સંબંધો ઉપર પુરુષના અહમને હાવી થવા દેતો નથી.

સાસુ-સસરા સાથે દિવ્યંકાના સંબંધો વિશે વિવેકે જણાવ્યું હતું કે, દિવ્યંકા ઓફસ્ક્રીન પણ આદર્શ બહુ છે. તેને વહુ કરતાં દિકરી ગણવામાં આવે છે. એકબીજાના રહસ્યો ખુલ્લાં મૂકતાં દિવ્યંકાએ જણાવ્યું હતું કે વિવેક પ્રેન્કસ્ટર છે, જ્યારે કે વિવેકે કહ્યું હતું કે દિવ્યંકા તેને ક્યારેય સોશિયલ મીડિયા ઉપર એકલા રહેવા દેતી નથી.

દિવ્યંકા ત્રિપાઠી અને વિવેક દહિયા સાથેનું મજેદાર ઇન્ટરવ્યુ ટાટા સ્કાય કોમેડી ઉપર જૂઓ. તમે ટાટા સ્કાય કોમેડી #135 ઉપર પણ ઇન્ટરવ્યુ જોઇ શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.