Western Times News

Gujarati News

ભરૂચથી દહેજને જાેડતા જર્જરીત નંદેલાવ બ્રિજનું સમારકામ ચાલુ કરાતાં ટ્રાફિક ડાયવર્ટ કરાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં પહેલો ટોલ બ્રિજ ૨૫ વર્ષ જૂનો નંદેલાવ ઓવરબ્રિજનો એક ભાગ જૂન મહિનામાં ધસી પડ્યો હતો.હવે રવિવારથી ઇશ્મ્ દ્વારા આ જાેખમી બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.જેને લઈ ઇડ્ઢઝ્ર દ્વારા પાંચ દિવસ બ્રિજ પરથી વાહન વ્યવહાર પર પ્રીતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો.

નર્મદા ચોકડીથી ભરૂચ, દહેજ તરફનો પ્રવેશદ્વાર સમાન એક તરફનો બે લેન ફ્લાયઓવર બંધ રહેતા તમામ વાહન વ્યવહાર બીજી લેનના બ્રિજ પરથી કાર્યરત રેહશે.ટ્રાફિકનું ભારણ વધવાને લઈ તંત્ર દ્વારા ભોલાવ ફ્લાયઓવર, ચાવજ, નબીપુર, પાલેજના ડાયવર્ઝન અને વિકલ્પો જારી કર્યા છે.

ભરૂચ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂએ ભરૂચ નંદેલાવ બ્રીજ જર્જરીત હોય રીપેરીગની કામગીરી દરમ્યાન ૫ ફ્રેબ્રુઆરીના રોજ સવારે ૮ કલાકથી ૯ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ કલાક સુધી ટ્રાફીક બંધ કરવા બાબતે વાહનોની અવર– જવર બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

જેના પગલે ભરૂચના છમ્ઝ્ર સર્કલ થી શ્રવણ ચોકડી તરફ જતા બ્રીજ ઉપરના વાહનોને એ.બી.સી. સર્કલથી ડાયવર્ટ કરી સામેની બાજુથી એટલે કે શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા બ્રીજ ઉપર જ અવર-જવર કરે તે રીતે ડાયવર્ટ કરી બન્ને તરફનો વાહન વ્યવહાર શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા નંદેલાવ બ્રીજ ઉપરથી ચાલુ રહેશે.

વધુ ટ્રાફીક જામની સમસ્યા સર્જાય તો એ.બી.સી. સર્કલથી તેમજ મઢુલી સર્કલથી નંદેલાવ બ્રીજ ઉપર ફકત મોટા વાહનોની અવરજવર ચાલુ રહેશે. તેમજ ટુ વ્હીલર તેમજ નાના ફોર વ્હીલર વાહનો એ.બી.સી. સર્કલથી કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રીજથી શકિતનાથથી શ્રવણ ચોકડી બાજુ વાહન વ્યવહારની અવરજવર ચાલુ રહેશે.

તેમ છતાં વધુ ટ્રાફીક જામની સમસ્યા સર્જાય તો નર્મદા ચોકડીથી NH48 ઉપર અતિથી રીસોર્ટ થી ચાવજ રેલ્વે અંદર પાસ થઈ હીંગલ્લા ચોકડી તરફ અથવા ભરૂચ શહેર તરફ માત્ર ટુ વ્હીલ૨ તેમજ નાના ફોર વ્હીલર વાહન જઈ શકશે.

દહેજ તરફથી આવતા ભારે વાહનો વડોદરા–સુરત તરફ જતા વાહનો મનુબર ચોકડીથી જંબુસર બાયપાસ થઈ થામ, દયાદરા, સમની, આમોદ, કરજણ તથા જંબુસર રોડ તરફ જઈ શકશે. NH48 ઉપર આવતા વાહનો પાલેજથી સરભાણ, આમોદ, આછોદ, ગંધાર થઈ દહેજ તરફ જઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.