Western Times News

Gujarati News

૯.૭૦ લાખ પાણી જાેડાણો પર મ્યુનિ. કમિશ્નરની દરખાસ્ત મુજબ ચાર્જ લેવાશે

water supply

સુરતના ધોરણે પ્રતિ ૧ હજાર લીટરે રૂા.૭ લેખે વોટર ચાર્જ લેવામાં આવે તેવી શક્યતા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે કમિશ્નર તરફથી જે ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવ્યુ છે તેમાં નાગરિકોને ર૪ કલાક પાણી આપવાની સાથે સાથે વોટર મીટર ઈન્સ્ટોલ કરવા અને પાણીનો ચાર્જ વસુલ કરવા તરફ પણ ભાર મુકવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશ્નરને યોજનાનો અમલ કરવામાં આવે તો શહેરના અંદાજે ૯.પ૦ લાખ કરતા વધારે જાેડાણ માટે પાણી વેરો લાગુ થશે.

મ્યુનિ. કમિશ્નરે આગામી વર્ષોમાં શહેરમાં એક સમાન પ્રેશરથી ર૪ટ૭ પાણી વિતરણની યોજનાનો અમલ કરવા પર ભાર મુકયો છે. શહેરમાં હાલ જાેધપુર વોર્ડ ઉપરાંત ગોતા વોર્ડમાં સોલા ભાગવત, થલતેજ વોર્ડમા ટી.પી.૩૭, વસ્ત્રાલમાં અબજીબાપા, ચાંદલોડીયામાં ત્રાગડ,

નિકોલમાં ભોજલધામ પાસે કમાન્ડ વિસ્તાર બનાવી નવા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે ત્યાંથી નાગરિકોને ર૪ કલાક પાણી સપ્લાય કરવામાં આવશે. મ્યુનિ. કમિશ્નરે તેમના ડ્રાફટ બજેટમાં જે વિસ્તારોમાં ર૪ કલાક પાણી સપ્લાય થશે તે વિસ્તારમાં પરિવાર દીઠ માસિક ર૦ હજાર લીટરથી વધુ વપરાશ પર ચાર્જ વસુલ કરવા દરખાસ્ત રજુ કરી છે.

આ ઉપરાંત જે રેસીડેન્સીયલ અને કોર્મશિયલ યુનિટોમાં મીટર વગર રોજ સરેરાશ ર કલાક પાણી આપવામાં આવે છે તે મિલ્કતોમાં પણ અડધા ઈંચથી મોટી સાઈઝના પાણી કનેકશન હોય તો ત્યાં પણ વોટર મીટર મુકી પાણીનો ચાર્જ વસુલ કરવામાં આવશે જેના માટે મ્યુનિ. કોર્પોરેશન તરફથી દર નકકી કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પો. દ્વારા હાલ કોમર્શિયલ અને રહેણાંક મિલ્કતોમાં પાણી પેટે ફિકસ વેરો લેવામાં આવે છે. પરંતુ મ્યુનિ. કમિશ્નર દ્વારા સુરતના ધોરણે પ્રતિ એક હજાર લીટરે રૂા.૭ લેખે પાણી ચાર્જ વસુલ લેવામાં આવી શકે છે જાેકે આ ચાર્જ માસિક ર૦ હજાર લીટર કરતા વધુ વપરાશે થશે તો જ લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.