Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

તુર્કીમાં સતત 2 ભૂકંપના આંચકા: અનેક લોકોનાં મોતની આશંકા

કેટલીય ઈમારતો ધરાશાયી –સીરિયા અને સાઈપ્રસમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જાે કે, તુર્કીના અધિકારીઓે હજુ સુધી એ સૂચના નથી આપી કે કેટલાં લોકોનાં મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે

અંકારા,તુર્કીમાં ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ભૂકંપ તુર્કીના પૂર્વમાં આવેલા જગનીપેત પ્રાંતના નૂરદાગીમાં આવ્યો છે. અમેરિકી ભૂ-ભર્ગીય સર્વેક્ષણ મુજબ, ભૂકંપ બાદ મધ્ય તુર્કીમાં લાંબો સમય સુધી તેના ઝટકા અનુભવાયા હતા.

પહેલાં ભૂકંપ બાદ ૬.૭ની તીવ્રતાનો વધુ એક ભૂકંપ આવ્યો હતો. જે ૯.૯ કિમી દૂર હતો. આ ભૂકંપ ૧૧ મિનિટ પછી જ આવ્યો હતો. હજુ સુધી આ વાતની જાણકારી નથી મળી કે આ ઘટનામાં કેટલાં લોકોનાં મોત નીપજ્યા છે, પરંતુ તીવ્રતાના આધારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અનેક લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

જીએફજેડ હેલ્મહોલ્ટ્‌સ સેન્ટર પોટ્‌સડેમના મુજબ, ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. એવી આશંકા છે કે તેની નીચે અનેક લોકો દટાઈ ગયા હોઈ શકે છે. આ ભૂકંપ બાદ સીરિયા, ઈઝરાયલ, લેબનાન, ઈરાક, ફિલિસ્તાન, સાઈપ્રસ સુધી તેના ઝટકા અનુભવાયા હતા. જ્યાં ભૂકંપ આવ્યો છે એ વિસ્તારમાં લગભગ ૨૦ લાખની વસતી છે અને પાંચ લાખ લોકો સીરિયાના શરણાર્થી છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભૂકંપના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થયુ હોઈ શકે છે. ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૪.૧૭ વાગે આવ્યો હતો અને લગભગ ૧૭.૯ કિમીની ઊંડાઈએ આવ્યો હતો. સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીના જણાવ્યા મુજબ, ભૂકંપની તીવ્રતા ૭.૪ હતી.

લેબનાના, સીરિયા અને સાઈપ્રસમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જાે કે, તુર્કીના અધિકારીઓે હજુ સુધી એ સૂચના નથી આપી કે કેટલાં લોકોનાં મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે, પરંતુ સોશિયલ નેટવર્ક પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં દેશના દક્ષિણ-પૂર્વમાં અનેક શહેરોમાં નષ્ટ થયેલી ઈમારતો જાેવા મળી રહી છે.

તુર્કી વિશ્વના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્રોમાંનું એક છે. ડ્યૂઝ ૧૯૯૯માં ૭.૪ તીવ્રતાના ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાંનું એક રહ્યું છે. વિશેષજ્ઞોએ લાંબા સમયથી ચેતાવણી આપી છે કે મોટો ભૂકંપ ઈસ્તંબુલને તબાહ કરી શકે છે. જેણે સુરક્ષા સાવધાનીઓ વગર જ વ્યાપક નિર્માણની મંજૂરી આપી છે.

જાન્યુઆરી ૨૦૨૦માં ઈલાઝિગમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૪૦થી વધુ લોકોનાં મોત નીપજ્યા હતા અને એજ વર્ષે ઓક્ટોબરમાં એજિયન સાગરમાં ૭.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ૧૧૪ લોકોનાં મોત અને ૧૦૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા.ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers