Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

યુવકે મંડપમાં જઈ દુલ્હન પર ધડાધડ ગોળીઓ વરસાવી દીધી

Files Photo

પાકિસ્તાનના રાવલપિંડી શહેરનો બનાવ

રાવલપિંડી, દરેક છોકરી પોતાના લગ્નના મંડપમાંથી વિદાય લઈને સીધા સાસરિયે જાય છે. પણ પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં મંડપમાંથી દુલ્હનને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવી પડી હતી, જે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. રાવલપિંડીમાં રવિવારે લગ્ન સમારંભ દરમિયાન એક યુવકે દુલ્હન પર ધડાધડ ગોળી મારીને ઘાયલ કરી દીધી હતી. ઘટના તે સમયે થઈ, જ્યારે એક હથિયારબંધ વ્યક્તિ સમિતિ ચોક નજીક આવેલા એક મેરેજ હોલમાં આમંત્રણ વગર ઘુસી આવ્યો.

જ્યાં છોકરીના લગ્ન થઈ રહ્યા હતા અને તેણે દુલ્હન પર ધડાધડ ગોળીઓ ચલાવી દીધી હતી. મહેમાનોએ હથિયારબંધ શખ્સને દબોચી લીધો અને તેને પોલીસને હવાલે કરી દીધો હતો. આ દરમિાયન ઘાયલ દુલ્હનને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. પોલીસે આ રિપોર્ટની પુષ્ટિ કરતા કહ્યું કે, સંદીગ્ધની ધરપકડ કરી લીધી છે અને તેના હથિયારો જપ્ત કરી લેવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંદીગ્ધ આ છોકરી સાથે લગ્ન કરવા માગતો હતો. પણ થનારી દુલ્હનના પરિવારે તેનો પ્રસ્તાવને ઠોકર મારી દીધી. તો વળી પાકિસ્તાનના ઈસ્લામાબાદના એક પાર્કમાં બે હથિયાર બંધે કથિત રીતે બંદૂક બતાવીને એક મહિલા સાથે બળાત્કાર કર્યો, પોલીસે રવિવારે આ પ્રકારની જાણકારી આપી હતી.

પોલીસમાં નોંધાયેલી પ્રાથમિકી અનુસાર, આ ઘટના ગુરુવારે ઈસ્લામાબાદના એફ-૯ વિસ્તારમાં તે સમય થઈ, જ્યારે પીડિતા પોતાના એક પુરુષ મિત્ર સાથે એક પાર્કમાં ફરી રહી હતી. ત્યારે બે હથિયારબંધ લોકોએ તેને રોકી લીધો અને બળજબરી ઉઠાવીને બાજૂમાં આવેલી ઝાડીમાં છોકરીને લઈ ગયા. પોલીસના હવાલેથી કહ્યું કે, તેમણે આ મહિલાને પુરુષ મિત્રથી અલગ કરી દીધો.

જ્યારે તેણે બૂમો પાડવાનું શરુ કર્યું તો, તેને થપ્પડ મારી અને સાથે સાથે તેના સાથીને પણ ધમકી આપી દીધી.ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers