Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને અગરીયાઓની મુલાકાત લીધી

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જીલ્લામાં મોટાપાયે અગરિયાઓ દ્વારા તનતોડ મહેનત કરી મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે અને દેશ-વિદેશમાં અગરિયાઓ દ્વારા પકવેલ મીઠું મોકલવામાં આવે છે ત્યારે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનએ ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાત લીધી હતી અને મીઠું પકવવાની પ્રક્રિયા સમજી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના રણમાં મોટાપાયે અગરિયાઓ દ્વારા રણમાં વસવાટ કરી મીઠું પકવવામાં આવે છે.

અગરિયાઓ રાત દિવસ જાેયા વગર તનતોડ મહેનત કરી મીઠાનું ઉત્પાદન કરે છે અને મીઠાને દેશ વિદેશમાં મોકલવામાં આવે છે. તેમજ દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન સુરેન્દ્રનગર જીલ્લામાં થાય છે ત્યારે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનએ ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાત લીધી હતી. જ્યાં અગરિયાઓની મીઠું પકવવાની આખી પ્રક્રિયાને સમજીને એમની સાથે સંવાદ કર્યો હતો.

અગરિયાઓને રણમાં પડતી તકલીફો અને સમસ્યાઓ વિશે તેમજ સરકાર દ્વારા અગરિયાઓને આપવામાં આવતી સુવિધાઓ અને સહાય અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. અગરિયાઓના રહેઠાણ, તેમની જીવનશૈલી વિશે પણ જાણકારી મેળવી હતી અને ખુબ પ્રભાવિત થયા હતા. આ તકે દેશના લડાખ, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય, મહારાષ્ટ્ર, આસામ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સેવા સંસ્થા સાથે જાેડાયેલ મહિલાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થામાં જાેડાયા બાદ તેમની જીવનશૈલીમાં આવેલા પરિવર્તન અને મળેલ સુવિધાઓ અંગે વર્ણન કર્યું હતું. જ્યારે પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને વિદેશની સંસ્થાએ સંયુક્ત રીતે સેવા સંસ્થાને ૫૦ હજાર મિલિયન ડોલર સહાય જાહેર કરી હતી અને જે સહાય સંસ્થા સાથે જાેડાયેલ મહિલાઓના સર્વાંગી ઉત્થાન માટે ખર્ચ કરવામાં આવશે.SS3.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers