Western Times News

Gujarati News

સ્પા/મસાજ પાર્લરોના કર્મચારીની માહિતી અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

પ્રતિકાત્મક

શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔદ્યોગીક વિસ્તારોમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવેપાર તથા અન્ય ગેરકાયદે કૃત્યો ચલાવતા હોવાનું જણાઇ આવેલ છે. કેટલાક અસામાજીક તત્વો આવા સ્પા/મસાજ પાર્લરની આડમાં ગુનાહિત કૃત્યો કરી જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરતા હોવાનું જણાઇ આવેલ છે.

જેથી સ્પા/ મસાજ પાર્લરોની આડમાં ગુન્હાહીત કૃત્યો અટકાવવા સારૂ સ્પા/મસાજ પાર્લરોની માહીતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન પાસે હોવી જરૂરી છે.

આથી હું સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨) તથા ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮.૧૧.૮૨ ના નોટીફીકેશન નં.જીજી/ ૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ ના સંકલીત જાહેરનામા નં જીજી/ ફકઅ/ ૧૦૮૮/ ૬૭૫૦/મ, અન્વયે મને મળેલ સત્તાની રૂએ,

અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરોના માલીકો અગરતો આ માટે આવા સ્પા મસાજ પાર્લરના સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા તેમજ હાલનું સરનામું , મૂળ વતનનું સરનામું અને સંપર્ક નંબર સહિત ફોટોગ્રાફ સાથેની સંપુર્ણ વિગત તથા વિદેશી કર્મચારીઓ માટે પાસપોર્ટ તથા વિઝાની વિગતો સંબધિત પોલીસ સ્ટેશન ખાતે આપવા માટે ફરમાવું છુ.

આ હુકમ તા. ૦૧/૦૪ /૨૦૨૩ કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર આઈ.પી.સી.ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે પોલીસ કમિશનરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈપીસી કલમ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.