Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

યુવકે ત્રણ સગી બહેનો સાથે કર્યા લગ્ન

નવી દિલ્હી, ભારતમાં સામાન્ય રીતે એક કરતાં વધુ પત્નીઓ રાખવાને ખરાબ માનવામાં આવે છે. ઇસ્લામમાં બહુપત્નીત્વની પરવાનગી હોવા છતાં, બહુ ઓછા લોકોને એક કરતાં વધુ પત્નીઓ હોય છે. જાે કે વિદેશમાં આવું નથી. એકથી વધુ પત્ની હોવાના ઘણા કિસ્સાઓ છે, પરંતુ કેન્યામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ભારતમાં સામાન્ય રીતે એક કરતાં વધુ પત્નીઓ રાખવાને ખરાબ માનવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર, અહીં ત્રણ સગી બહેનો એક જ વ્યક્તિ સાથે પ્રેમમાં પડી હતી અને ત્રણેયએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, આ સંબંધમાં છોકરો કે ત્રણેય બહેનોને કોઈને પણ કોઈ પણ જાતની પ્રોબલેમ નથી. આ ચારેય લગ્નથી બહુ ખુશ જાેવા મળી રહ્યા છે.

કેટ, ઈવ અને મેરી કેન્યામાં રહેતી સગી બહેનો છે. ત્રણેય ગોસ્પેલ સંગીતનો અભ્યાસ કરતી હતી. તેણે તેના અભ્યાસ દરમિયાન, કેટ સ્ટીવો નામના યુવકને મળી હતી. આ પછી તેણે સ્ટીવોનો પરિચય તેની બહેનો સાથે કરાવ્યો હતો. સ્ટીવોએ જણાવ્યું કે, જ્યારે તેણે તેની ગર્લફ્રેન્ડને કેટ સાથે પરિચય કરાવ્યો, ત્યારે તેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આ પછી તેણે કેટ સાથે સંબંધ બાંધ્યો હતો.

થોડા દિવસો પછી, કેટની બંને બહેનોએ પણ તેમનો પ્રેમ વ્યક્ત કર્યો અને તેણે ત્રણેય સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું હતું. થોડા મહિનાઓ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ સ્ટીવોએ લગ્ન કરવાનો ર્નિણય લીધો અને ત્રણેય બહેનો સાથે લગ્ન કર્યા હતા. હવે તે ત્રણેય સાથે રહે છે અને આ સંબંધને ખૂબ એન્જાેય કરી રહ્યો છે.

સ્ટીવોએ જણાવ્યું કે, ત્રણેય બહેનોએ એક રૂટિન બનાવી લીધું છે અને તે મુજબ નક્કી થાય છે કે, સ્ટીવો ક્યારે કઈ બહેન સાથે રહેશે. સ્ટીવો કહે છે કે, તેને એક સાથે ત્રણ પત્નીઓ સાથે રહેવામાં કોઈ સમસ્યા નથી. ત્રણેયને ખુશ રાખવી એકદમ સરળ છે.

સ્ટીવોએ જણાવ્યું કે, હું સોમવારે મેરી સાથે રહું છું, જ્યારે મંગળવાર કેટ માટે હોય છે. બીજી બાજુ, બુધવારે હું ઇવ સાથે રહું છું, જ્યારે વીકએન્ડમાં અમે ચારેય સાથે રહીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers