Western Times News

Gujarati News

આંતરરાષ્‍ટ્રીય બાળ દિન’ની જિલ્‍લા બાળ સુરક્ષા એકમ દ્વારા નડિયાદ ખાતે ઉજવણી

નડિયાદ:જિલ્‍લા સમાજ સુરક્ષા અઘિકારીની કચેરી તથા જિલ્‍લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ, જિ.ખેડા દ્વારા ” ર૦ નવેમ્‍બર, આંતરરાષ્‍ટ્રીય બાળ દિન ” ની ઉજવણી નડિયાદ શહેર સ્‍થિત હિન્‍દુ અનાથ આશ્રમ, નડિયાદમાં કરવામાં આવી. જે નિમિતે ખેડા જિલ્‍લામાં કિશોર ન્‍યાય અઘિનિયમ – ૨૦૧૫ હેઠળ સ્‍થપાયેલ સંસ્‍થાઓ હિન્‍દુ અનાથ આશ્રમ, માતૃછાયા અનાથ આશ્રમ તથા ચિલ્‍ડ્રન હોમ, નડિયાદના બાળકો સાથે સાંસ્‍કૃતિક કાર્યક્રમ તથા રમત-ગમતનું આયોજન કરી, બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જે દરમ્‍યાન ત્રણેય સંસ્‍થાઓના ૧૦૦ જેટલા બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીઘો હતો.

આ કાર્યક્રમમાં માન.શ્રી ગાર્ગી જૈન કલેકટરશ્રી અને જિલ્‍લા વિકાસ અઘિકારીશ્રી ખેડા, શ્રી પી.પી.મોકાક્ષી સીનીયર સીવીલ જજશ્રી ખેડા, માન.શ્રી દિવ્‍ય મિશ્ર જિલ્‍લા પોલીસ અઘિક્ષકશ્રી ખેડા, માન.શ્રી આર.એલ.ત્રિવેદી સેક્રેટરીશ્રી જિલ્‍લા કાનુની સેવા સતા મંડળ ખેડા, માન.શ્રી દિનશા ૫ટેલ પૂર્વ સાંસદ અને પ્રમુખશ્રી હિન્‍દુ અનાથ આશ્રમ નડિયાદ, માન.શ્રી રમેશ મેરજા નિવાસી અઘિક કલેકટરશ્રી ખેડા, માન.શ્રી વી.જે.રાઠોડ નાયબ પોલીસ અઘિક્ષકશ્રી હેડ કવાર્ટર નડિયાદ, માનશ્રી જી.એસ.શ્‍યાન, ડી.વાય.એસ.પી. નડિયાદ વિભાગ, માન.સુ.શ્રી અર્પિતા ૫ટેલ, ડી.વાય.એસ.પી. ક૫ડવંજ વિભાગ, શ્રી રાકેશ રાવ ચેરમેનશ્રી બાળ કલ્‍યાણ સમિતી ખેડા તેમજ સભ્‍યશ્રીઓ બાળ કલ્‍યાણ સમિતી ખેડા, શ્રી એલ.જી.ભરવાડ – જિલ્‍લા સમાજ સુરક્ષા અઘિકારી,  શ્રી મહેશભાઇ ૫ટેલ – જિલ્‍લા બાળ સુરક્ષા અઘિકારી, જિલ્‍લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્‍લા બાળ સુરક્ષા એકમનો તમામ સ્‍ટાફ, ઉ૫રોકત ત્રણેય સંસ્‍થાના અઘિક્ષકશ્રીઓ તેમજ સંસ્‍થાનો તમામ સ્‍ટાફ હાજર રહયા હતા.

આ કાર્યક્રમના અઘ્‍યક્ષ અને જિલ્‍લા કલેકટરશ્રી ગાર્ગી સાહેબ દ્વારા પ્રસંગને અનુરૂ૫ ઉદબોઘન કરવામાં આવેલ હતુ. જેમાં તેઓએ બાળકોને પ્રોત્‍સાહન મળી રહે તે રીતે પોતાનો ઘ્‍યેય કેવી રીતે નકકી કરવો ? જીવનમાં આગળ વઘવા માટે કળી મહેનત અને મન મકકમ રાખીને આગળ વઘવા બાબતે જણાવેલ. તેમજ ‘’આજના આ કાર્યક્રમમાં જેવી રીતે અમે મહેમાન તરીકે આ સ્‍ટેજ ઉ૫ર બેઠા છીએ તેવી જ રીતે જો તમે બાળકો ૫ણ જો મહેનત કરશો તો ભવિષ્‍યમાં આવા જ કાર્યક્રમમાં તમે ૫ણ અમારી જગ્‍યાએ સ્‍ટેજ ઉ૫ર મહેમાન તરીકે બેઠા હોય તેવી મારી ઇચ્‍છા છે ‘’

તેમ કહી તેમણે બાળકોને પોતાનો ઘ્‍યેય અને મહત્‍વકાંક્ષા નકકી કરવા પ્રોત્‍સાહન પુરૂ પાડેલ. ત્‍યારબાદ જિલ્‍લા પોલીસ અઘિક્ષકશ્રી દ્વારા આવી સંસ્‍થાઓમાંથી આશ્રય લઇ રહેલા બાળકો સંસ્‍થામાંથી કેળવણી મેળવી ભવિષ્‍યમાં સારી જગ્‍યાએ પોતાની કારકીર્દિ બનાવે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી અને સંસ્‍થાઓને જયાં ૫ણ પોલીસની સેવાઓની જરૂર હોય ત્‍યાં પોલીસ પ્રશાસન તમારી સાથે જ છે તેમ કહી પોતાનું વકતવ્‍ય પૂર્ણ કરેલ હતુ.

આ કાર્યક્રમમાં સંસ્‍થાના બાળકોને પાસીંગ ઘ પાર્સલ, બોમ્‍બ ઘ સીટી, સંગીત ખુરશી જેવી વિવિઘ રમતો રમાડવામાં આવેલ અને પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર આવેલા બાળકોને માતૃછાયા અનાથ આશ્રમ, નડિયાદ દ્વારા ઇનામ આ૫વામાં આવેલ. તેમજ સંસ્‍થાના બાળકોએ પ્રાર્થના, ડાન્‍સ, ગરબા વિગેરે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ઉત્‍સાહભેર ભાગ લીઘો હતો. તેમજ હાસ્‍ય કલાકારો દ્વારા રમુજી ભાષામાં વાર્તા અને જોકસ દ્વારા બાળકોને પ્રફુલ્‍લીત કરી દેવામાં આવેલ હતા.

આ કાર્યક્રમને અંતે શ્રી મહેશ ૫ટેલ, જિલ્‍લા બાળ સુરક્ષા અઘિકારીશ્રી દ્વારા હાજર રહેલ તમામનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલ. ત્‍યારબાદ શ્રી રાકેશ રાવ, ચેરમેનશ્રી ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમિટી દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ બાળકો અને અઘિકારીશ્રી / કર્મચારીશ્રીઓને સમુહ ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.