Western Times News

Gujarati News

નડિયાદ પાલિકા ઓટો વિભાગની ઓફિસમાં લાગેલ ભીષણ આગથી તમામ ડોક્યુમેન્ટ્‌સ બળીને ખાખ

(પ્રતિનિધિ) નડિયાદ . પાલિકાની ઓટો વિભાગની ઓફિસમાં આગ લાગતાં વાહનોના કિંમતી દસ્તાવેજાે બળીને ખાખ થઈ ગયા છે. સાથે સાથે ઓફીસનુ ફર્નિચર પણ બળી ગયું છે. આગ મોડી રાત્રે ?શોર્ટ સર્કિટ થઈ હોવાનું અનુમાન છે. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સંપૂર્ણ ઓફીસ બળી ગઈ છે. નડિયાદ નગરપાલીકામાં આવેલ ઓટો વિભાગની ઓફિસમાં આજે સવારે પોણા આઠ વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનું ધ્યાને આવતાં કર્મચારીઓ દોડતાં થઈ ગયા હતા. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

જાેકે આગ બંધ ઓફીસમાં અગાઉ કેટલાક કલાકોથી લાગેલ હોવાના કારણે ઓટો વિભાગની ઓફિસના તમામ ડોક્યુમેન્ટ્‌સ સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયા હતા. આગના કારણે ઓટો વિભાગના લગતા તમામ રેકર્ડ, હિસ્ટ્રી રજીસ્ટર, લોગસીટ, આર.સી બુક તમામ બળીને ખાખ થઇ ગયા છે. શોર્ટ સર્કિટના કારણે ઓફિસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે દ્વારા કરવામાં આવ્યું છે.મોડી રાત્રે આગ લાગતા સવારે ધ્યાને આવ્યું હતું.ઓટો વિભાગના ઓટો એન્જિનિયર દીપક બારોટ જણાવે છે કે, મને સવારે ૭ઃ૩૦ વાગ્યાની આસપાસ મારા ડ્રાઇવર મારફતે આ ઘટના અંગેની જાણ થઈ હતી.

જેથી હું ૧૫ મિનિટમાં અહીંયા કચેરી આવી પહોંચ્યો હતો. મેં જાેયું તો મારા કચેરીની રૂમની તમામ બારીઓ સળગતી હતી. અંદર જવાય એવી પરિસ્થિતિ નહોતી. બહારની સાઈડથી ચેક કરતા ઉપરની સાઈડે વાયર સળગતા મેં ઇમર્જન્સા ટુલ્સ મારફતે ગાડી અને ટેબલની મદદ લઈ આ વાયરોને કાપી દીધા હતા. અને બનાવ અંગેની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરી હતી.ફાયર વિભાગની ટીમે આવી પહોંચી મેં અંદર જાેતા ચારેય બાજુની દીવાલમાં આગ પ્રસરેલી હતી.

આ આગમાં પાલિકાના તમામ વાહનોના ડોક્યુમેન્ટ ખાસ કરીને જુના વાહનોના હિસ્ટ્રી રજીસ્ટરો, ડીઝલ રજીસ્ટરો, લોગસીટો આરસી બુકો જે અમે દર મહિને મેન્ટેન કરતા હતા તે તમામ જુના હિસ્ટ્રી રજીસ્ટરો, સ્પેરપાર્ટ દસ્તાવેજાે સહિત અગત્યના પુરાવા આગમાં નષ્ટ થઈ ગયા છે. મેં જેટલા બચાવાય તેટલા બચાવવાના પ્રયાસ કર્યો છે. બહારની તિજાેરીમાં નવા વિહક્લની આર સી બુકો હતી તે બચી ગઈ છે. પરંતુ અંદરની તીજાેરીમાં મુકેલ જુના વાહનોના દસ્તાવેજાે બળીને ખાખ થઇ ગયા છે.

ફાયરમેન અશોક શર્મા જણાવ્યું હતું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ તો માલુમ પડ્યું નથી. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ ઓફિસમાં ઉપરથી ઈલેક્ટ્રીકની પાઇપ આવતી હતી. તેમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન છે. આ આગ બે રૂમમાં લાગતા મોટા ભાગના પાલિકાના વાહનના દસ્તાવેજાે બળીને ખાખ થઇ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.