Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરીથી લથડી

નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર બગડી છે. સંસદમાં સોનિયા ગાંધીની તબિયત લથડી હોવાની માહિતી મળી રહી છે. જે બાદ સોનિયા ગાંધીને રાહુલ ગાંધી સસંદમાંથી ઘરે લઈ ગયા છે. જ્યાં તેઓની સારવાર હાથ ધરવામાં આવશે. લોકસભાની કામગીરી પહેલા સોનિયા ગાંધીની ફરી એકવાર તબિયત લથડી છે.
સોનિયા ગાંધીએ ગરમ જેકેટ પહેર્યું હતું, ત્યારે સંસદમાં અચાનક બેચેની અનુભવવા લાગ્યા હતા . જે બાદ રાહુલ ગાંધી તેમને ઘર તરફ લઈ જવા રવાના થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી આજે સંસદમાં બોલવાના હતા પણ માતાની તબિયત અચાનક ખરાબ થઈ જતા તેઓ તેમને સંસદમાંથી ઘરે લઈ જવા નીકળી ગયા છે. ત્યારે રાહુલ સોનિયા ગાંધીને ઘરે ડ્રોપ કરી પાછા આવીને લોકસભામાં બોલશે.

આ પહેલા યુપીએ અધ્યક્ષ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં બીમાર પડ્યા હતા. શ્વસન ચેપને કારણે તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હૉસ્પિટલના બોર્ડ ઑફ મેનેજમેન્ટના અધ્યક્ષ ડૉ. અજય સ્વરૂપે જણાવ્યું હતું કે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી કે જેઓ વાયરલ શ્વસનને લગતા ચેપ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા. તે સમયે રાહુલ ગાંધી ભારત જાેડો યાત્રા પર હતા. માતા સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત હોવાની માહિતી મળતા જ તેઓ યાત્રા અધવચ્ચે છોડીને દિલ્હી પહોંચ્યા હતા.SS3.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers