Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પડતર માંગણીઓને લઈ સિવિલના કિડની વિભાગના સ્ટાફનો હોબાળો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા કિડની વિભાગમાં કર્મચારીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.

કિડની વિભાગના સ્ટાફની ઘણા સમયથી માંગો ન ઉકેલાતા વિવાદ વકર્યો હતો. અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ વધુ એકવાર ચર્ચામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સિવિલ હોસ્પિટલમાં આવેલા કિડની વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની માંગને લઈને આજે હંગામો કર્યો હતો. આ કર્મચારીઓએ પોતાની વિવિધ માંગોને લઈને વિરોધ નોંધાવ્યો હતો.

છેલ્લા કેટલાય દિવસની રજૂઆત છતા પોતાની માંગ ન સંતોષાતા હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા આજે હોબાળો કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં કામનું ભારણ વધારે હોવાનું તેમજ કંપની સમયસર પગાર ન ચૂકવતી હોવાનો અને કર્મચારીઓને હેરાનગતિ જેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત હોસ્પિટલના સ્ટાફને આઈકાર્ડ, યુનિફોર્મ પણ સમયસર ન અપાતા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ આરોપને હોસ્પિટલના સત્તાધીશોએ ફગાવી દીધા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers