Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લાને દ્રષ્ટિ વસાવાએ વિશ્વના ફલક પર અપાવ્યું ગૌરવ

(પ્રતિનિધિ) ભરૂચ, ‘અડગ મનના મુસાફરને હીમાયલ પણ નડતો નથી’ આ પ્રેરણાત્મક ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે ગુજરાતના પ્રાચીન નગર એવા ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં રહેતી નાનકડાં થવા ગામની દ્રષ્ટિ વસાવા. આમ જાેઈએ તો સામાન્ય કદ અને કાઠીમાં ઓછપ દેખાતી પણ આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવાની સ્ટોરી ફિલ્મી દુનિયાની સ્ક્રીપ્ટમાં આવતાં વણાકની માફક લટાર મારી વાસ્તવિક બનતી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે જીતની જીદને વરેલી યુવાનીના ભરપૂર જાેમ જુસ્સાનું પરિણામ આપતી સફળ યાત્રા છે.

ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજમાંથી આવતી ડાંગની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ બાદ આશાનું કિરણ લઈને આવી છે.ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાની થવા ગામની આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવા.જ્યારે નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ પણ દ્રષ્ટિ વસાવાએ કરનારી પ્રથમ રમતવીર બની છે.વધુમાં આવનારા વર્ષ ૨૦૨૬માં દરિયાપાર યોજાનાર ઓલમ્પિકમાં ભારત દેશ તરફથી પ્રથમવાર યજમાની કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.