Western Times News

Gujarati News

કદમખંડી ખાતે પશુપાલન શિબિર પ્રદર્શન યોજાયું

(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકા કક્ષાની પશુપાલન શિબિર પ્રદર્શન નું આયોજન કદમખંડી રસુલપુર મુકામે કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્ય પિનાકીન શુક્લ, મહીસાગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમતુભાઇ બારીયા તેમજ વિરપુર તાલુકા પ્રમુખ ડૉ. દીપકભાઈ તલારના વરદ હસ્તે શિબિર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં વિરપુર તાલુકાના વિવિધ ગામો માંથી આશરે ૩૦૦ થી વધુ પશુપાલકો એ ભાગ લીધ્યો હતો. આ શિબિરમાં મહીસાગર જિલ્લામાં પશુપાલન વિભાગના મદદનીશ પશુપાલક નિયામક ડૉ. જે. એમ. પટેલ તથા ડૉ. જે. એમ. પાંડોર તથા તાલુકામાંથી આવેલ ડૉ.આર. એ. સુરાલી તથા ડૉ. એસ. એસ દ્રારા પશુપાલન વિવિધ વિષયો ઉપર પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડેલ હતું. ઉપરોત સરળ પશુપાલક કે. જે. પટેલ દ્રારા તેમના અનુભવ જણાવ્યા હતા ત્યાર બાદ વિરપુર તાલુકા પશુચિકિસક અધિકારી ડૉ.કે. જે. ચૌહાણ દ્રારા આભારવિધિ કરી શિબિર પુર્ણાહુતી કરેલ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.