Western Times News

Gujarati News

ખેડૂતો પાસેથી ઘઉં, ચણા, કઠોળ સહિતના ઓર્ગેનિક પાકની ખરીદી ઓનલાઈન થશે

મહેસાણાની દૂધસાગર ડેરીની મોટી પહેલ-હવે ખેડૂત પોતાનો પાક ઘર બેઠા જ વેચી શકશે

(એજન્સી)મહેસાણા, મહેસાણાની દૂધસાગર ડેરીની વધુ એક મોટી પહેલ કરી છે. ખેડૂતોના હિતમાં દૂધસાગર ડેરીએ મોટું એલાન કર્યું છે. ખેડૂતોના ઓર્ગેનિક પાક દૂધસાગર ડેરી ખરીદશે. દૂધસાગર ડેરી હવે ખેડૂતો પાસેથી ઘઉં, ચણા, કઠોળ સહિતના ઓર્ગેનિક પાકની ખરીદી કરશે.

ડેરી સંઘના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ખેડૂતો પાસેથી ખરીદી કરવામા આવશે. ખેડૂતોએ અગાઉથી ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પાકની વિગત અને અપેક્ષિત ભાવની વિગત દર્શાવવાની રહેશે.

રજિસ્ટ્રેશન બાદ ડેરી ખેડૂતનો પાક ઘરે બેઠા ખરીદશે. દૂધસાગર ડેરીની આ પહેલ પ્રશંસનીય બની રહેશે. એક તરફ પ્રધાનમંત્રી જૈવિક ખેતી તરફ વળવા ખેડૂતોને આહવાન કરી રહ્યાં છે. ત્યારે હવે ખેડૂતોના પાકને યોગ્ય ભાવ મળે અને ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો આકર્ષાય તે દૂધસાગર ડેરીએ મોટી જાહેરાત કરી છે.

મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના કાર્યક્ષેત્રમાં આવતા ખેડૂતોના ઓર્ગેનિક પાક હવે દૂધસાગર ડેરી ખરીદશે. જેમાં ખેડૂતો પાસેથી ઘઉં, ચણા, કઠોળ સહિતના ઓર્ગેનિક પાકની ખરીદી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અંદાજીત ૯ મહિનાથી સર્ટિફાઇડ ખેડૂતો પાસેથી જ ઓર્ગેનિક પાકની ખરીદી કરવામાં આવતી હતી. પરંતુ હવે ચાલુ સીઝનથી ડેરી સંઘના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ખેડૂતો પાસેથી પાકની ખરીદી કરાશે. આ માટે દૂધસાગર ડેરીની આ સવલતનો લાભ લેવા ખેડૂતોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશનમાં પાકની વિગત અને ઘેર બેઠા અપેક્ષિત ભાવની વિગત દર્શાવવાની રહેશે. રજિસ્ટ્રેશન બાદ ડેરી ખેડૂતનો પાક ઘેર બેઠા જ ખરીદશે.

મહત્વનું છે કે અંદાજિત ૯ મહિનાથી સર્ટિફાઈડ ખેડૂતો પાસેથી જ ઓર્ગેનિક પાકની ખરીદી કરવામાં આવતી હતી. પરંતુ હવે ડેરી સંઘના કાર્યક્ષેત્રમાં આવતાં તમામ ખેડૂતો પાસેથી ઓર્ગેનિક પાકની ખરીદી કરવામાં આવશે. દૂધસાગર ડેરીને આ પહેલની શરૂઆત એટલા માટે કરી છે કેમ કે ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે અને ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ આકર્ષાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.