Western Times News

Gujarati News

નિત્યાનંદ આશ્રમમાંથી ૪૩ ટેબ્લેટ અને લેપટોપ કબજે

Ahmedabad

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ મામલામાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. આ મામલામાં તપાસ કરી રહેલી એસઆઈટીની ટીમે આજે આશ્રમમાં ઉંડી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ખાસ તપાસ ટીમના અધિકારીઓએ ૪૩થી વધારે ટેબ્લેટ, ૧૪થી વધુ લેપટોપ, ચારથી વધુ મોબાઇલ, પેન ડ્રાઇવ સહિતની વસ્તુઓ કબજે કરી હતી. પ્રમોશન પ્રવૃત્તિ મામલામાં તપાસ કરવા માટે કબજે લેવામાં આવેલી તમામ વસ્તુઓને એફએસએલમાં વધુ તપાસ માટે મોકલી દેવામાં આવી છે.

બીજી બાજુ સમગ્ર મામલામાં પોલીસે ઝડપાયેલી સાધ્વીઓને સાથે રાખીને સર્ચ કામગીરી હાથ ધરી હતી. સીસીટીવી અને અન્ય ચીજામાં તપાસ કરવામાં આવી રહી છે. ડીપીએસના પ્રિન્સિપલ  હિતેશ પુરી કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ડીપીએસના પ્રિન્સિપલ અને પુષ્પક સિટીના મેનેજરની નિયમોના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી. જા કે, બંનેને જામીન મળી ગયા હતા. ડીપીએસ હિરાપુરના પ્રિન્સિપલ હિતેશ પુરી અને પુષ્પક સિટીના મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી. જા કે, તેમને તરત જ જામીન મળી ગયા હતા. આ મામલામાં તપાસનો દોર હજુ પણ જારી રહ્યો છે.

ડીપીએસે જમીન ભાડા પર કઇ રીતે આપી તેની તપાસ કરવા માટે સીબીએસઈ દ્વારા પણ હવે સૂચના આપી દેવામાં આવી છે. સીબીએસઈ દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખીને લીઝ પર જમીન આપવાને લઇને તપાસ કરવા સૂચના આપી છે. બોર્ડની મંજુરી વિના જમીન શા માટે આપવામાં આવી તેને લઇને મામલો ગરમ બન્યો છે. આ મામલે શંકાની હદમાં આવેલી ડીપીએસ સ્કુલે આશ્રમ સાથેનો કરાર ગઇકાલે જ રદ કરી દીધો હતો.

આ ઉપરાંત ડીપીએસના કેમ્પસમાં આવેલા આશ્રમને ખાલી કરી દેવા માટેની નોટિસ પણ આપી દેવામાં આવી છે. મળેલી માહિતી મુજબ ડીપીએસ સ્કુલમાં અભ્યાસ કરતા આશ્રમના ૨૪ બાળકોના પ્રવેશ રદ કરવાની માહિતી પણ મળી છે. આશ્રમને ભાડે જગ્યા આપી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી ન હતી જેના ભાગરુપે ડીપીએસના પ્રિન્સિપલ હિતેશ પુરી સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સીટ દ્વારા આજે તપાસ દરમિયાન નિત્યાનંદ આશ્રમમાંથી ૪૩ ટેબ્લેટ અને ૧૪ લેપટોપ સહિત જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ મામલામાં એક પછી એક વિગતો ખુલી રહી છે. હાલ રિમાન્ડ પર હેલી બે સાધ્વીને સાથે રાખીને સર્ચ કામગીરી કરવામાં આવી હતી. પોલીસે આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. ધરપકડ કરવામાં આવેલી બંને સંચાલિકાઓની પુછપરછની સિલસિલો શરૂ થઇ ચુક્યો છે. બંને હાલ રિમાન્ડ ઉપર છે. આજે તેમને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.