Western Times News

Gujarati News

અજીત ડોવાલને પદ પરથી હટાવો, જો આવું નહીં થાય તો મોદીને પણ હટવું પડશે

નવી દિલ્હી, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અજીત ડોવાલને પદ પરથી હટાવાની માગ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને ડોવાલને એનએસે પદ પરથી હટાવવા જાેઈએ. સુબ્રમણ્યમ સ્વામીએ ટિ્‌વટ કરતા લખ્યું કે, તેમણે પેગાસસ ટેલીફોન ટેપીંગ જેવી ગરબડ કેટલીય વાર કરી છે.

Subramanian Swamy:Modi must sack Doval from his NSA post.

સ્વામીએ એવું પણ કહ્યું કે, જાે આવું નહીં થાય તો, ૨૦૨૩ની વચ્ચે પીએમ મોદીને પણ પદ છોડવું પડશે. સુબ્રમણ્યમ સ્વામીએ ટિ્‌વટ કરતા મંગળવારે અજીત ડોવાલને લઈને આ વાતો કહી. સુબ્રમણ્યમ સ્વામીએ ન ફક્ત ડોભાલને હટાવાની વાત કરી, પણ ત્યાં સુધી કહી દીધું કે, જાે આવું નહીં થાય તો, પીએમ મોદીને પણ પદ છોડવું પડશે.

હાલમાં જ અદાણી ગ્રુપ પર આવેલ હિંડનબર્ગના રિપોર્ટ બાદ ઉઠેલા વિવાદ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, અદાણી ગ્રુપની સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરી દેવું જાેઈએ. શું કોંગ્રેસે અદાણી સાથે કોઈ ડીલ જ નથી કરી. આ સવાલના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, હું તેમાંથી કેટલાય લોકોને જાણુ છું, જેને અદાણી સાથે ખૂબ સારા સંબંધો છે. પણ મને કોંગ્રેસની ચિંતા નથી.

હું ઈચ્છું છું કે, ભાજપની પવિત્રતા બની રહે. સ્વામીએ કહ્યું હતું કે, અદાણી ગ્રુપના નાણાકીય કરાર સંબંધિત એક રિપોર્ટ સામે આવ્યા બાદ તેના શેરમાં ઘટાડાની વચ્ચે વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે અને સંસદમાં પણ વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ મુદ્દા પર હોબાળો કરવામાં આવ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ આ વર્ષના બજેટ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમાં ઉદ્દેશ્યો અને રણનીતિઓની કમી છે. ત્યારે આવા સમયે રક્ષા ક્ષેત્ર માટે ઓછુ બજેટ ફાળવવામાં આવ્યું છે. જ્યારે સરહદના મુદ્દે ચીનનું વલણ આક્રમક છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.