Western Times News

Gujarati News

Mumbai Policeની સિસ્ટમ હેક કરી Passport ઈન્કવાયરી ક્લિઅર કરી નાખી

મુંબઈ, ક્રાઈમ બ્રાન્ચની સાયબર પોલીસ દ્વારા તાજેતરમાં જ એક ૨૭ વર્ષીય સિવિલ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. આ એન્જિનિયર પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે મુંબઈ પોલીસની પાસપોર્ટ વેરિફિકેશન બ્રાન્ચની સિસ્ટમ હેક કરી અને પોતાની પત્ની સહિત ત્રણ અરજીકર્તાઓનો ઈન્ક્‌વાયરી રિપોર્ટ ક્લિઅર કરી નાખ્યો.passport inquiry was cleared by hacking mumbai polices system

પ્રાપ્ત જાણકારી અનુસાર, આરોપી નોકરી કરવા માટે વિદેશ જવાની યોજના બનાવી રહેલી પોતાની પત્નીને ઈમ્પ્રેસ કરવા માંગતો હતો. આરોપીનું નામ રાજા બાબુ શાહ હોવાની જાણકારી મળી છે. પોતાના પર કોઈ શંકા ઉભી ના થાય તે માટા રાજા બાબુએ અન્ય બે ઈન્ક્‌વાયરી પણ ક્લિઅર કરી હતી.

પોલીસ જણાવે છે કે, આરોપીની પત્નીએ જે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા તે યોગ્ય હતા અને કોઈ વાંધાજનક બાબત નહોતી. પણ હવે જ્યારે FIR કરવામાં આવી છે ત્યારે પાસપોર્ટને અટકાવી દેવામાં આવી છે. આરોપી અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરક્ષામાં ભંગ કરવો, છેતરપિંડી સહિતના આરોપ બદલ IPC અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટના વિવિધ સેક્શન અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આરોપીએ ત્રણ મહિલાઓની પાસપોર્ટ ક્લિઅર કરી હતી, જે ચેમ્બુર, તિલક નગર અને એન્ટોપ હિલ ખાતે રહે છે. તપાસ દરમિયાન આઝાદ મેદાન પોલીસને જાણવા મળ્યું કે, આરોપીએ IP એડ્રેસનો ઉપયોગ કર્યો હતો તે નોઈડામાં એક ડિવાઈસને ફાળવવામાં આવ્યું છે. આ સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્સના સાયબર પોલીસ સ્ટેશન (દક્ષિણ)ને ટ્રાન્સફર કરવામાં આવી.

DCP બાલસિંહ રાજપૂતની આગેવાનીમાં એક ટીમ તૈયાર કરવામાં આવી જેમાં ACP રામચંદ્ર લોટલીકર, PI કિરણ જાધવ અને PSI પ્રકાશ ગાવલીએ ટેક્નિકલ ઈન્ટેલિજન્સની મદદથી આરોપી રાજા બાબુ શાહની ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.