Western Times News

Gujarati News

Nikki Yadav Case : મારી દીકરી લિવ-ઈનમાં નથી રહી, ખોટી અફવા ન ફેલાવો

નવી દિલ્હી, શ્રદ્ધા વૉકર હત્યા કેસમાં હજી કોઈ ચુકાદો નથી આવ્યો ત્યાં થોડા દિવસ પહેલા ફરીથી આવો કેસ બનતાં દિલ્હીમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

ડોક્ટર બનવાના સપના સાથે રાજધાની આવેલી હરિયાણાના ઈજ્જર જિલ્લાના ખેડી ખુમાર ગામમાં રહેતી નિક્કી યાદવ નામની યુવતીની તેના પ્રેમીએ ચાલુ કારમાં મોબાઈલના ચાર્જરથી ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીએ ફ્રિજમાં તેની લાશ સંતાડી દીધી હતી.Nikki Yadav Case : My daughter is not living in live-in, don’t spread false rumours

પોસ્ટમોર્ટમ બાદ તેની લાશને બુધવારે વતન મોકલવામાં આવી હતી, જ્યાં પિતા અને નાના ભાઈએ મુખાગ્નિ આપી હતી. મૃતકના પિતાએ અહીંયા મીડિયા સાથે વાતચીત કરતાં દીકરીના હત્યારાને મોતની સજા આપવા માટે વિનંતી કરી હતી.

આ સાથે નિક્કી સાહિલ સાથે લિવ-ઈનમાં રહેતી હોવાના આરોપો ફગાવ્યા હતા અને આવી ખોટી ખબરો ફેલાવવાનું બંધ કરવા કહ્યું હતું. નિક્કીના પિતાએ કહ્યું હતું કે, ‘મારી દીકરી લિવ-ઈનમાં રહેતી હતી તે વાતનું હું ખંડન કરું છું અને આ અમારા સમાજનું અપમાન છે.

જ્યારે કોઈ છોકરી સાથે આ પ્રકારનો ગુનો થાય છે તો તેની ઓળખ છતી કરવામાં આવતી નથી. પરંતુ ગામ અને પરિવારની ઓળખ પણ જાહેર કરી જેવામાં આવી છે’. તો ગામમાં રહેતા એક વકીલે કહ્યું હતું કે ‘ભગવાનનો આભાર કે પોલીસે લાશને શોધી કાઢી નહીં તો શ્રદ્ધાની જેમ અમારી દીકરી પણ અમને ટુકડામાં જ મળત.

તેમણે ઉમેર્યું હતું કે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’એ સરકારનો એજન્ડા છે અને આ માત્ર એજન્ડા જ છે. દરરોજ કોઈને કોઈ છોકરી સાથે નિક્કી અને શ્રદ્ધા જેવો કાંડ થઈ રહ્યો છે. આ હત્યાકાંડ બાદ સમગ્ર ગ્રામજનોમાં રોષ છે. આ સાથે તેમણે મીડિયાને વિનંતી કરતાં કહ્યું હતું કે, આ ટ્રાયલ ચાલી રહી છે અને તેને બંધ કરવામાં આવે. તેનાથી ગામ અને પરિવારની બદનાની થઈ રહી છે.

રિપોર્ટ્‌સ પ્રમાણે, નિક્કી ડોક્ટરનો અભ્યાસ કરવા માટે દિલ્હી ગઈ હતી, જ્યાં તે ઉત્તમ નગર વિસ્તારમાં રહેતી હતી. તે કોચિંગ માટે બસથી જતી હતી. બસમાં તેની મુલાકાત સાહિલ ગેહલોત સાથે થઈ હતી, જે એસએસસી કોચિંગ માટે આવ્યો હતો. બંને પહેલા મિત્રો બન્યા અને ત્યારબાદ પ્રેમમાં પડ્યા. તેઓ ગ્રેટર નોઈડામાં લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા અને કેટલીક જગ્યાએ સાથે ફરવા પણ ગયા હતા.

લોકડાઉન બાદ જ્યારે સાહિલ ઘરે ગયો ત્યારે પરિવારે લગ્ન નક્કી કરી દીધા હતા. આ વાતની જાણ નિક્કીને થઈ તો તે ભાંગી પડી હતી અને સાહિલને સમજાવ્યો હતો. બંનેએ ગોવા ભાગી જવાનું નક્કી કર્યું હતું, જાે કે છેલ્લી ઘડીએ સાહિલે પીછેહઠ કરી હતી.

એક દિવસ નિક્કી સાહિલને મળવા ગઈ હતી અને તે તેને કારમાં ક્યાંક લઈ ગયો હતો. દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે બંને વચ્ચે લડાઈ થતાં સાહિલે હત્યા કરી હતી. ૧૦ ફેબ્રુઆરીએ લગ્ન હોવાથી સાહિલ પરિવાર દ્વારા ચલાવવામાં આવતો ઢાબા બંધ હતો અને લાશ તે જ ફ્રિજમાં સંતાડી દીધી હતી. નિક્કી ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને પૂછપરછમાં સાહિલે ગુનો કબૂલ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.