Western Times News

Gujarati News

અમદાવાદના વધુ એક કાપડનાં વેપારી સાથે ઠગાઈ

તામિલનાડુના ગઠીયાએ ૩૦ વેપારીના નામે કપડાંના વેપારી સાથે ર૦ લાખની છેતરપીડી આચરી ઉઘરાણી કરવા જતાં વેપારીને ઓફિસમાં બેસાડી ગઠીયો ગાયબ થઈ જતો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના વધુ એક કાપડના વેપારી સાથે છેતરીપંડીની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. તામિલનાડુંમાં  એક્ઝિબિશન માટે ગયેલા વેપારી પાસેથી તેમણે નંબર મેળવ્યા બાદ ગઠીયાએે ત્રણ મહિને ફોન કરીને પોતે એજન્ટ હોવાની વાત કરી હતી. બાદમાં વેપારીના કપડાં તામિલનાડુંમાં વેચવાના બહાને મંગાવ્યા બાદ કુલરૂ.૩૦ લાખથી વધુના માલના રૂપિયા ચાંઉ કરી ગયો હતો.

સાબરમતીની સાબર બાગ સોસાયટીમાં રહેતા જીગરભાઈ શાહ ગોમતીપુર શ્રી કૃષ્ણા એસ્ટેટમાં પોતાની ઓફિસ તથા ગોડાઉન ધરાવે છે. અને રેડીમેડ કપડાં વેચે છે. ગત વર્ષે ચેન્નાઈમાં થયેલા એક્ઝિબિશનમાં જીગરભાઈએ ભાગ લીધો હતો. એ દરમ્યાનમાં ટી.મંગેશ તિરૂનવુંકરાશુ નામના વ્યક્તિએ પોતાની ઓળખાણ એજન્ટ તરીકે આપીને તેમનો ફોન નંબર લીધો હતો.

કેટલાંક સમય બાદ આ ટી.મંગેશ નામની વ્યક્તિ તેમની ઓફિસે આવ્યો હતો અને જીગરભાઈને તામિલનાડુંમાં તેમનો માલ વેચવાની ઓફર કરી હતી. ઉપરાંત તે પોતે ઘણા વેપારીઓને ઓળખતો હોવાની બડાશો મારી હતી. જીગરભાઈના કપડાના વખાણ કરી કેટલાંક સેમ્પલ પીસ મોકલી આપવાન ી વાત કરી હતી. બાદમાં કુલ ૩૦ વેપારીઓ માટે માલ મગાવ્યો હતો.

આ બધા જ વેપારીઓના નામે ઓર્ડર આપ્યા બાદ માલ મેળવીને ટી મંગેશ રૂપિયા ન આપતાં જીગરભાઈએ વારંવાર ફોન કર્યા હતા. જા કે આ ઠગ એજન્ટ તેમને વારંવાર વાયદા બતાવતો હતો. જેના પગલે જીગરભાઈએ તેમની ઓફિસના કર્મચારી દુધારામને ઉઘરાણી માટે તામિલનાડું મોકલ્યા હતા. જા કે ગઠીયો ટી. મંગેશ દુધારામને ઓફિસમાં બેસાડીને જતો રહેતો. ે‘આવું ચારથી પાંચ વખત બન્યા બાદ છેવટે વેપારી જીગરભાઈએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મંગેશ વિરૂધ્ધ રૂપિયા વીસ લાખથી વધુની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.

અમદાવાદ શહેરમાં વેપારીઓ સાથે ઠગાઈની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી રહી છે. ખાસ કરીને વેપારીઓ દ્વારા જ વેપારીઓ સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. જાકે આ કેસોમાં પોલીસ અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં પણ ખાસ ટીમ બનાવી તપાસ શરૂ કરાઈ છે. હાલમાં ભોગ બનનારનું નિવેદન લેવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.