Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. શાસકોને ભદ્ર પ્લાઝાની યાદ આવી !

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.૩૮ કરોડના ખર્ચથી ભદ્ર પ્લાઝાનું નિર્માણ કર્યું હતું. તે સમયે તેનો મુળ આશય પ્રદુષણ અને દબાણમુકત પરિસર તૈયાર કરવાનો હતો. પરંતુ નાગરીકોની હાલાકી અને ફેરીયાઓની માંગણી ને ધ્યાનમાં લઈને સતાધારી પાર્ટીએ બંને અભિગમનો ત્યાગ કર્યો હતો. તદ્દઉપરાંત નાગરીકોની સુવિધા માટે પરિસર સંકુલમાં જ “ પે એન્ડ પાર્ક”ની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી હતી. હવે કારણોસર સતાધારી પાર્ટીએ કાયમી ધોરણે પે એન્ડ પાર્ક બંધ કરવા નિર્ણય કર્યો છે. તથા વિસરાઈ ગયેલ પ્લાઝાના અભિગમનો અમલ કરવા માટે જાહેરાત કરી છે.

મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ ભદ્ર પ્લાઝા પરિસરમાં પાર્કીગ માટે નવા કોન્ટ્રાકટ આપવાની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે. તેમજ પરીસરને તેના મુળ ઉદ્દેશ મુજબ ડેવલપ કરવામાં આવશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. મ્યુનિ.શાસકો દ્વારા તેમના દાવાનું પાલન કરવામાં આવે તે આવકાર્ય છે. સાથે-સાથે નાગરીકોની હાલાકી તરફ પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. જે સમયે પ્લાઝા પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે સમયે પ્રેમાભાઈ હોલ અને એડવાન્સ સિનેમા તરફ દરવાજા મુકવામાં આવ્યા હતા.

પ્લાઝામાં વાહનો પ્રવેશ ન કરી શકે તથા રાત્રીના સમયે પ્લાઝા સુરક્ષિત રહે તે માટે આ દરવાજા રાખવામાં આવ્યા હોવાની જાહેરાતો તે સમયે કરવામાં આવી હતી.  સ્થાનિક ફેરીયાઓએ કોર્ટ કાર્યવાહી કર્યા બાદ પ્લાઝામાં ફેરીયાઓને જગ્યા ફાળવવામાં આવી હતી. જયારે પ્લાઝા પરિસર ની આસપાસ વાહન પાર્ક કરવા માટે કોઈ જગ્યા ન હોવાથી તેમજ “નગરદેવી”ના દર્શને આવતા નાગરીકોને થતી હાલાકી ને ધ્યાનમાં લઈને “ પે એન્ડ પાર્ક”ની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી હતી.

જેમાં કોન્ટ્રાકટરે લાયસન્સ ફ્રી ભરી ન હોવાથી તેને બ્લેક લીસ્ટ કરીને ફરીથી ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાસકોને અચાનક ભદ્ર પ્લાઝાનો મુળ ઉદેશ આપ્યો છે જે બાબત ચર્ચાનો વિષય બને છે.

મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ નામદાર હાઈકોર્ટના કડક વલણ બાદ રીઝર્વ પ્લોટ અને “ઓન રોડ” પાર્કીગ વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમ છતાં પાર્કીગની સમસ્યા હલ થતી નથી. તેવા સંજાગોમાં પરીસર સંકુલના પાર્કીગ તે બંધ કરવાનો નિર્ણય થોડો વિચિત્ર છે. ભદ્રકાળી મંદીરથી પાનકોર નાકા સુધી ટ્રાફિક અને પાર્કીગ સમસ્યા રહે છે. મંદીરે દર્શન માટે આવતા નાગરીકો માટે વાહન પાર્કીગની સમસ્યા ફરીથી શિરદર્દ સમાન બની રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.