Western Times News

Gujarati News

NSUIના કાર્યકર્તાઓએ BRTSની ચાવીઓ ફેંકી દીધી

NSUI બંધના એલાનના પગલે સવારથી જ ઠેર-ઠેર બસો અટકાવવામાં આવી
વિદ્યાર્થીઓ સહિત નાગરીકો મુશ્કેલીમાં મુકાયા

latest news from gujarat
અમદાવાદ:
અમદાવાદ શહેરનાં પાંજરાપોળ ચાર રસ્તા પર ગઈકાલે બીઆરટીએસ બસે બે સગાં ભાઈઓને કચડી નાંખ્યા બાદ સમગ્ર શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કોર્પાેરેશન ક્ચેરીમાં ઉગ્ર દેખાવો કરવામાં આવતાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

એનએસયુઆઈ દ્વારા આજે બીઆરટીએસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેનાં પગલે આજે સવારથી એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં બીઆરટીએસ બસોને અટકાવતાં નાગરીકો મુશ્કેલીમાં મુકાયા હતાં.

કેટલાંક સ્થળો ઉપર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બીઆરટીએસ બસો અટકાવી તેમાંથી ચાવીઓ પણ કાઢી લીધી હતી. બીજીબાજુ આજે સવારથી પોલીસને સ્ટેન્ડ ટુનો આદેશ આપી દેતાં સમગ્ર શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને કેટલાંક સ્થળો ઉપરથી બસો અટકાવવાનો પ્રયાસ કરતાં એનએસયુઆઈના કાર્યકર્તાઓનો અટકાયતનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરનાં પાંજરાપોળ ચાર રસ્તા પર બીઆરટીએસ બસના ડ્રાઈવર બાદ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરી બસ હંકારી મૂકતાં બે સગાં ભાઈઓ તેની અડફેટમાં આવી ગયા હતા અને સ્થળ ઉપર જ બંનેના મોત નિપજ્યાં હતાં.  આ ઘટનાનાં પગલે નાગરીકોમાં ભારે રોષ ફેલાયો હતો અને કેટલાંક લોકોએ બસના કાચ પણ તોડી નાંખ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત શહેરભરમાં પડ્યા હતાં. ઘટનાની જાણ થતાં કોંગ્રેસના આગેવાનો પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

ખાસ કરીને શહેરમાંથી બીઆરટીએસ કોરીડોરને કાઢી નાંખવા માટે રજૂઆત કરી હતી. બીજીબાજુ સાંજના સમયે કોંગ્રેસના કાર્યકરો મ્યુનિ.કોર્પાેરેશનની ક્ચેરી પહોંચી ગયા હતાં અને ત્યાં ઉગ્ર દેખાવો કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસે કાર્યકરોને અટકાવતાં પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. બીજીબાજુ આ ગમખ્વાર અક્સ્માતના પગલે શહેરભરમાં બીઆરટીએસ બસના ચાલકો સામે રોષ જાવા મળતો હતો.

બીઆરટીએસ બસ સેવા પ્રારંભથી જ વિવાદમાં રહી છે અને અવારનવાર અક્સ્માતો સર્જાતાં હોય છે. ગઈકાલની ઘટના બાદ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા શુક્રવારે બીઆરટીએસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાનના પગલે ગઈકાલથી જ ઉચ્ચ અધિકારીઓની તબક્કાવાર બેઠકો યોજાઈ હતી અને તેમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડો તથા ચાર રસ્તાઓ ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નિર્ણય અનુસાર સવારથી જ પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો હતો. આજે સવારે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા લો ગાર્ડન જીએલએસ કોલેજ પાસે અચાનક જ પસાર થતી બીઆરટીએસ બસોને અટકાવી દીધી હતી અને તેમાંથી તમામ પ્રવાસીઓને નીચે ઉતારી દીધાં હતાં.

વિદ્યાર્થી નેતાઓ તથા ટોળાંના કારણે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. પાંચથી વધુ બસોમાંથી પ્રવાસીઓને નીચે ઉતારી બસોને રસ્તામાં જ અટકાવી દેવાઈ હતી. જેનાં પરીણામે રસ્તા પર પ્રવાસીઓનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. એનએસયુઆઈનાં કેટલાંક યુવા કાર્યકર્તાઓેએ બીઆરટીએસ બસમાંથી ચાવીઓ કાઢી તેને ફેંકી દીધી હતી. જાકે આ તમામ દૃશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતાં.  જીએલએસ કોલેજ પાસે બસો અટકાવતાં શહેરનાં અન્ય વિસ્તારોમાં પણ બીઆરટીએસ બસોને અટકાવી હોવાનાં સમાચાર મળી રહ્યાં છે.

શહેરનાં નાગરીકો માટે બીઆરટીએસ બસ આવશ્યક બની ગઈ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગનો ભારે ધસારો જાવા મળતો હોય છે. પરંતુ આજે સવારે બસોને અટકાવવામાં આવતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા હતાં. બીઆરટીએસ બસો અટકાવવાની ઘટનાથી સ્થળ ઉપર હાજર પોલીસ અધિકારીઓએ સૌ પ્રથમ પરિસ્થિતિને  શાંતિપૂર્ણ રીતે થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પરિસ્થિતિ વધુને વધુ ઉગ્ર બનવા લાગતાં આખરે વિરોધ કરી રહેલાં એનએસયુઆઈનાં કાર્યકર્તાઓની અટકાયતનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીઓએ આપેલાં આદેશ બાદ શહેરભરમાંથી બસો અટકાવવાનો પ્રયાસ કરતાં તમામની અટકાયતનો આદેશ મળતાં જ પોલીસ અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેનાં પરીણામે કેટલાંક વિસ્તારોમાં વાતાવરણ તંગ બની ગયું હતું. એનએસયુઆઈનાં  અગ્રણીઓ દ્વારા અમદાવાદ શહેરમાં બપોરે ૧૨ વાગ્યા બાદ ઉગ્ર દેખાવો થતાં બીઆરટીએસ બસોને બંધ કરાવી દેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. જેનાં પગલે વધુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ગૃહવિભાગ દ્વારા અમદાવાદ શહેરની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.