Western Times News

Gujarati News

વ્યાજખોરી સામે જનજાગૃતિ માટે વાપીમાં પોલીસ દ્વારા જરૂરિયાતો માટે લોન મેળો યોજાયો

(પ્રતિનિધિ)વાપી, સમાજમાં વ્યાજખોરો સામે કડક ઝુંબેશ હાથ ધરી ધાક બેસાડતી કાર્યવાહી કરવા સાથે વ્યાજખોરો ની ચુંગાલમાં ફસાયેલા નાગરિકોને ન્યાય અપાવ્યા બાદ વલસાડ જીલ્લા પોલીસ દ્વારા જરૂરિયાત મંદ નાગરિકોને બેંકમાં સરળતાથી લોન મળે તે માટે વાપીના વીઆઈએ ખાતે લોન માર્ગદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી અને આસપાસની તમામ રાષ્ટ્રીયકૃત તેમજ કો-ઓપરેટિવ બેંકો ના અધિકારીઓને બોલાવી જરૂરિયાતમંદ લોકોને લોન લેવા માટે મદદરૂપ બનતી પહેલ કરી હતી.વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા બી.એન. દવે નાયબ પોલીસ અધિક્ષક ,જી આઈ ડી સી પી આઈ બી. જે.સરવૈયા વાપી વિભાગ ની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા લોકોને ભારે વ્યાજ વસુલતા આતંકવાદીઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવાના શુભ આશયથી વાપીમાં વી આઈ એ હૉલ ખાતે એક લોન મેળો તેમજ લોન સંબંધિત જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન ક૨વામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બેંકો નાણાકીય સંસ્થાઓ અને જરૂરિયાતમંદોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આયોજનમાં વાપી અને આસપાસની તમામ રાષ્ટ્રીયકૃત તેમજ કો-ઓપરેટિવ બેંકો તેમજ જરૂરિયાતમંદ લોકોને ભાગ લેવડાવી વલસાડ જિલ્લા પોલીસે તમામ આવેલ જરૂરિયાતમંદો લોન લેવા માટે નમ્ર અપીલ કરી હતી. વલસાડ જિલ્લા પોલીસે એક લોન મેળો તેમજ લોન સંબંધિત જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન ક૨વામાં આવ્યું હતું. આ આયોજનમાં વાપી અને આસપાસની તમામ રાષ્ટ્રીયકૃત તેમજ કો-ઓપરેટિવ બેંકો તેમજ જરૂરિયાતમંદ લોકોને ભાગ લેવડાવી વલસાડ જિલ્લા પોલીસે તમામ આવેલ જરૂરિયાતમંદો લોન લેવા માટે નમ્ર અપીલ કરી હતી. વલસાડ જિલ્લા પોલીસે બેન્કો અને જરૂરિયાતમંદો વચ્ચેના એક પુલ બનાવવાના કાર્યક્રમને ભારે સફળતા મળી હતી. લોકોને અત્યંત ઉંચા અને ગેરવ્યાજબી વ્યાજના વિષયક્રમાંથી મુક્ત બનાવવાની પહેલમાં આઠથી વધુ બેંકો દ્રારા પોતાના સ્ટોલ ઉભા કરી લોકોને લોન અંગે જરૂરી માહીતી પૂરી પાડવામાં આવી હતી.

તેમજ વલસાડ જિલ્લા લેબર વિભાગ દ્વારા સ્થળ ઉપર ઇ-શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતાં.આ પ્રસંગે લોન મેળા કાર્યક્રમ માટે હોલ તથા વિશાળ જગ્યા આપવા માટે વલસાડ જિલ્લા પોલીસે વાપી વી આઈ એ નો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ૭૦૦ થી વધુ નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.