Western Times News

Gujarati News

Kanjhawala case :કારની એક્સલ નજીક પગનું તળીયું ફસાઈ જતા યુવતી ૧૨Km સુધી ઢસડાઈ

અમદાવાદ, દિલ્હીના નવા વર્ષે કંઝાવલામાં Hit and Run case સામે આવ્યો હતો. જેમાં ૨૦ વર્ષીય અંજલિ સિંહનું મોત થયું હતું. જેને કાર નીચે રસ્તા પર ૧૨ કિમી સુધી ઢસડવામાં આવી હતી. દેખીતી રીતે કારના ડાબા આગળના વ્હીલ અને એક્સેલ વચ્ચેની ગેપમાં તેનો પગ ફસાઈ જવાના કારણે થયું હતું.

National Forensic Science University દ્વારા દિલ્હી પોલીસને આ અઠવાડિયાની શરુઆતમાં સોંપવામાં આવેલા રિપોર્ટ મુજબ, તેનો ફસાયેલો પગ નીકળી શક્યો નહીં અને આ ઘટના જીવલેણ, એવું તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

ગઈ પહેલી જાન્યુઆરીની વહેલી સવારે અંજલિના મૃત્યુએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો, કારણ કે તેને કેટલાંક કિમી સુધી ઢસડવામાં આવી હતી અને જેના કારણે તેને ગંભીર ઈજાઓ પણ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

કેટલાંક લોકો માટે આ પ્રાથમિક પ્રશ્ન ઘટનાની અવિશ્વસનીયતા હતી કે શું તે શક્ય છે કે અકસ્માત બાદ તે ફસાઈ ગઈ હતી કે પછી તેને બાંધવામાં આવી હતી? શું તે ખરેખરમાં અકસ્માત હતો કે પૂર્વનિયોજિત ગુનો કારની નીચે કોઈ મહિલા ફસાઈ જાય તો કાર આટલું બધુ અંતર કાપી શકે ખરા ભૌતિક પુરાવાઓનો કોઈ સ્પષ્ટ જવાબ ન હોવા અને પરિવાર તથા અન્ય લોકોનાં વધી રહેલાં દબાણના કારણે દિલ્હી પોલીસની તપાસકર્તા ટીમે ઘટનાના ૧૦ દિવસ બાદ એનએફએસયુનો સંપર્ક કર્યો હતો.

એન્જિનિયરિંગ, મેડીકોલીગલ, સાયબર ક્રાઈમ, સીસીટીવી એનાલિટિક્સ અને ક્રાઈમ સીન રિકંસ્ટ્રક્શન જેવા ક્ષેત્રના પાંચ વિશેષજ્ઞોની ટીમેઆ મામલે વિવિધ પાસાઓ જાેવા માટે દિલ્હી પોલીસ સાથે મળીને કામ કર્યું. ટીમે કારના બેઝ નીચે ફસાયેલા શરીરના રહસ્યને ઉકેલ્યું છે.

ગુનાના રિકંસ્ટ્રક્શન માટે ત્રણ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. એ જ વજન અને ઉંચાઈના એક ડમીને બરાબર એ જ જગ્યાએ મૂકવામાં આવ્યું હતું. આવું એટલા માટે કરવામાં આવ્યું કે તે શું પૂર્વવત થાય છે.

અન્ય એક પરીક્ષણમાં સમાન ઉંચાઈ અને વજનની મહિલાને સ્થિર કાર હેઠળ પીડિતની જેમ જ સ્થિતિમાં બેસવા માટે કહેવામાં આવ્યું હતું. છેલ્લાં પરીક્ષણમાં તેની નીચે સમાન વજન સાથે કાર ચલવવાનો સમાવેશ થાય છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું. ત્રણેય પરીક્ષણોએ આ ભયંકર દિવસે શું થયું તેની સમજ આપી હતી.

આ સમજવા માટેની ચાવી કે તે કાર નીચે કેવી રીતે ફસાઈ એ મહિલાના શરીર દ્વારા આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, તેના પગમાં એવી ગંભીર ઈજાઓ જાેવા મળી હતી કે જેનાથી માંસપેશીઓ પણ ખોવાઈ ગઈ હતી. વિશેષજ્ઞોએ કારના બેઝથી દરેક પગલે પગમાં થયેલી ઈજાઓને મેચ કરી હતી અને કારમાં જ્યાં પગ ફસાયો હતો તે જગ્યા પણ શોધી કાઢી.

ઘટના સ્થળેથી પીડિતના શરીરના કેટલાંક અવશેષોની સાથે લોહીના ડાઘા પણ મળ્યાં. જે એ સંભાવના તરફ ઈશારો કરે છે કે એક્સલની સ્પીડના કારણે પગ ન માત્ર ફસાઈ ગયો વળી પણ ગયો હતો. પીડિત દ્વારા ફરતી મશીનરીમાંથી મુક્ત થવા માટે પ્રયાસ પણ થઈ શક્યો હોત, પરંતુ કારની ઝડપના કારણે એ શક્ય બન્યું નહીં અને એવો કોઈ રસ્તો નહતો કે તે પોતાને ત્યાંથી હટાવી શકે, એવું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, એનએફએસયુની ટીમે આ ઘટનાના ત્રણ પાસાઓને જાેયા હતા.

ટીમે પોલીસની ટીમ સાથે મળીને સમગ્ર રસ્તાના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, વાહનની સ્પીડ કેટલી હતી એનું પણ અધ્યયન કર્યું, એ જાણવા માટે કે કારે વળાંક લીધો અને તેના કારણે શરીર પડી ગયું હોઈ શકે છે. ટીમે ઈજાઓ અને કારમાંથી મળેલા ભૌતિક પુરાવાઓને મેચ કરવા માટે મહિલાના શરીરની પણ તપાસ કરી અને કાર તથા શરીરના વર્તણૂકનો અભ્યાસ કરવા માટે ડમી પરના સિદ્ધાંતોનું પણ પરીક્ષણ કર્યું.

ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ્‌સે જણાવ્યું કે, આ મામલાની તપાસમાં કારના ભૌતિકશાસ્ત્ર અને આ પ્રકારની ઘટનાઓને સમજવા માટે લાંબા ગાળાની અસરો ધરાવે છે કે જ્યાં સમાન વાહનોના કારણે મોત કે ઈજાઓ થાય છે. એનએફએસયુના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, સૌથી ઉપર જ્યારે સીસીટીવીના સ્વરુપમાં કોઈ સ્પષ્ટ પુરાવા ઉપલબ્ધ નથી, રિકંસ્ટ્રક્શન કે જે દિલ્હી પોલીસ દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની સાથે કરવામાં આવ્યું હતું, તે શું થયું એની સમજ આપી શકે છે.

આ ઘટના ગઈ પહેલી જાન્યુઆરીના રોજ દિલ્હીની બહાર આવેલા સુલ્તાનપુરી વિસ્તારમાં બની હતી, જ્યાં અંજલિ જે સ્કૂટી પર સવાર હતી એને એક કારે ટક્કર મારી હતી. જે બાદ તે સ્કૂટી પરથી નીચે પડી ગઈ અને કથિત રીતે કારની નીચે ફસાઈ ગઈ.

તેને કંઝાવલા વિસ્તાર સુધી લગભગ ૧૨ કિમી સુધી ઢસડવામાં આવી હતી. દિલ્હી પોલીસની તપાસમાં આરોપીઓએ દાવો કર્યો હતો કે, તેઓ નશામાં હતા અને અકસ્માતથી વાકેફ નહોતા. પરંતુ સંભવિત નશામાં ડ્રાઈવિંગના કેસ અને સ્થળ પર લોકોનાં એકત્ર થવાથી પકડાઈ જવાનો ડર હતો. આ ઘટનામાં અંજલિની ફ્રેન્ડ કે જે તેની સ્કૂટીની પાછળ બેઠેલી હતી તે અકસ્માત બાદ સહીસલામત ભાગી ગઈ હતી.

Kanjhawala case


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.