Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Amreli અને Savarkundla યાર્ડમાં તલની આવક થઇ

અમદાવાદ, અમરેલી જિલ્લામાં મોટા સફેદ અને કાળા તલનું વાવેતર થયું છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની આવક શરૂ થઈ છે. અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં મળી ૨૫૦ તલ મણની આવક થઈ છે અને એક મણનો સફેદ તલનો ભાવ ૩૫૦૦ ઉપજ્યા હતા.Amreli and Savarkundla yards received sesame seeds

યાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. સાવરકુંડલા યાર્ડમાં તલની આવક થઈ છે અને આવકના પ્રારંભે સારા ભાવ મળી રહ્યાં છે. ચણાનાં ભાવમાં વધારો નોંધાયો છે. આજે ૩૫૦૦ રૂપિયા સુધી સફેદ તલનો ભાવ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.

અમરેલી જિલ્લામાં તલનું ઉત્પાદન પ્રમાણ ઓછું આવે છે. ખેડૂતો કાળા તલનું વાવેતર કરે તો ઉતારો ઓછો આવે છે અને સફેદ તલના વાવેતરમાં ઉતારો વધારો આવે છે. પરંતુ સફેદ તલ કરતાં કાળા તલનો ભાવ વધુ મળતો હોવાથી દર વર્ષે ખેડૂતો કાળા તલનું વાવેતર કરે છે.

આ વર્ષે કાળા તલના ભાવ કરતા સફેદ તલનો વધુ ભાવ મળ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં પણ ઉછાળો જાેવા મળ્યો છે. કપાસનાં મણનાં રૂપિયા ૧૬૮૦ ભાવ રહ્યો હતો. હાલો માર્કેટિંગ યાર્ડમાં કપાસનો સુધરતો ભાવ જાેવા મળ્યો છે.

યાર્ડમાં કપાસની ૧૦૦૦ મણની આવક થઈ હતી.૭૦૦ મણ મગફળીની આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ હતી. મગફળી મોટીનો ભાવ ૧૪૬૦ રૂપિયા રહ્યો હતો. મગફળીના ભાવમાં આજે વધારો થયો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers