Western Times News

Gujarati News

વ્યાજખોરો સામેની ઝુંબેશમાં Government Employeeની ધરપકડ

government-employee-nabbed

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહીની ઝુંબેશમાં એકપછી એક વ્યાજખોરોના જામીન ભરૂચ પોલીસના મજબૂત ઈન્વેસ્ટિગેશન અને જિલ્લા સરકારી વકીલની ધારદાર દલીલોને માન્ય રાખી ભરૂચ કોર્ટ દ્વારા વ્યાજખોરોની જામીન અરજી રદ્દ કરી દાખલરૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે

અને કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરી રહી છે.તેવામાં ભરૂચ જીલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસ માંથી સામાન્ય માણસને છૂટકારો અપાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ દ્વારા વ્યાજખોરો સામે એક્શન પ્લાન તૈયાર કરી અલગ અલગ સ્થળે લોકદરબાર યોજી લોકોને માહિતગાર પણ કરાઈ રહ્યા છે.

વ્યાજખોરો સામે પોલીસ એજન્સીએ જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ સખતમાં સખત કાર્યવાહી કરવા ફરિયાદ મેળવવાનું શરૂ કર્યું છે.

Illegal Money Laundering Activities વિરૂધ્ધમાં સ્પેશિયલ ડ્રાઈવ અન્વયે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિહ તથા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી ભરૂચને એક અરજીની તપાસ મળી હતી.

આ અરજીની તપાસ દરમ્યાન આ કામના આરોપી સુરેશભાઈ અંબાલાલ પટેલ પોતે સરકારી કર્મચારી હોવા છતા અને વ્યાજે નાણાધીરધાર કરવા અંગેનો પરવાનો કે લાયસન્સ ન હોવા છતા ફરીયાદી કમલેશભાઈ રણછોડભાઈ પરમારનાઓ પાસે ઊંચા ડરે વ્યાજ વસુલતા હતા.

ભરૂચ કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા સુરેશભાઈ અંબાલાલ પટેલથા બીજા અન્ય સાહેદોને પણ ૧૦ % ના વ્યાજદરે ગેરકાયદેસર ધીરાણ કરી તેની અવેજમાં સિક્યુરીટી પેટે ફરીયાદી તથા સાહેદોના સહીવાળા કોરા ચેકો મેળવી વ્યાજ સહીતના નાણા વસુલ કર્યા બાદ સિક્યુરીટી પેટે મેળવેલ ચેકોમાં અલગ અલગ રકમો ભરી

જે તે બેન્કમાં નાખી ચેક બાઉન્સ કરાવી ભરૂચ કોર્ટમાં આશરે ૨૦ થી પણ વધુ ભોગબનનાર વિરૂધ્ધમાં કેસ દાખલ કર્યા હતા. સરકાર દ્વારા નક્કી કરેલ નિયમ વિરૂધ્ધમાં વધુ વ્યાજ સાથે નાણાની વસુલી કરી વધુ નાણા મેળવવા ગુનાહીત ધાક ધમકી આપી બળજબરીપૂર્વક કઢાવી લેવાનો ગુનો કરતા એસ.ઓ.જી. ભરૂચ દ્વારા

ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ગુનો દાખલ કરેલ છે. આરોપી સુરેશભાઇ અંબાલાલ પટેલ પાસેથી હિસાબની એક ડાયરી કબજે કરેલ છે અને વધુ તપાસ ભરૂચ શહેર “એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.