Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હાલોલ- શામળાજી હાઈવે પર Speed breaker મુકવાની સ્થાનિકોની માંગ

(પ્રતિનિધિ)શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના હોસેલાવ ચોકડી પાસેથી પસાર થતા શામળાજી- હાલોલ હાઈવે માર્ગ પર સ્પીડબ્રેકર મુકવાની માર્ગ સ્થાનિકો દ્વારા કરાઈ રહી છે. સ્પીડબ્રેકર મુકવાથી અહી અકસ્માત છાસવારે ઘટનાઓ ટાળી શકાય છે.તાજેતરમાંઅહી આવેલી દુકાનની બહાર કાર ઘુસી જવા પામી હતી,પણ કોઈ ઈજા કે જાનહાની થવા પામી હતી. Speed breaker demand at halol shamlaji highway

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાથી હાલોલ-શામળાજી સ્ટેટ હાઈવે માર્ગ પસાર થાય છે.આ હાઈવે માર્ગ પર આવેલી હોસેલાવ ચોકડી પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામા આવી રહી છે.હોસેલાવ ચોકડી પાસે શોપિંગ કોમ્પલેક્ષ,તેમજ પ્રાથમિક શાળા હાઈવે માર્ગ પર અડીને આવેલી છે.

જેથી અહી લોકોની અવરજવર વધારે રહેતી હોય છે. પ્રાથમિક શાળા હોવાથી આસપાસના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. શાળા સમયની શરુઆત અને શાળા છુટવાના સમયે રોડ પર ભીડ રહેતી હોય છે.અને રસ્તો ક્રોસ કરતી વખતે અકસ્માતની ઘટનાઓ પણ બની શકવાની શક્યતા નકારી શકાય નથી.

બીજી બાજુ એક રસ્તો સંભાલી તરફના ગામો તરફ થાય છે.એક રસ્તો શેખપુર, જાેધપુર પાનમડેમ તરફ જાય છે. આ રસ્તા પર જવાબદાર તંત્ર દ્વારા સ્પીડબ્રેકર મુકવાની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામા આવી રહી છે. આ જગ્યા પર અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી હોવાથી સ્થાનિકો લોકો દ્વારા આ સ્પીડબ્રેકર મુકવાની માંગ કરવામા આવી રહી છે.

આ પહેલા પણ ઘણીવાર આ સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ બની છે.થોડા સમય પહેલા પણ એક મોટીકાર દુકાનના આગળના ભાગમાં ઘુસી જવા પામી હતી.જાેકે ત્યા કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાની નથી થવા પામી.સ્થાનિક લોકોએ આ મામલે જવાબદાર તંત્રને પણ રજુઆત કરી હોવાનુ જાણવા મળ્યુ છે.

અત્રે નોધનીય છે.શહેરાનગરમાં અણિયાદ ચોકડી અને વાઘજીપુર ચોકડી પાસે તાજેતરમાં સ્પીડબ્રેકર મુકવામા આવ્યા છે.સ્ટેટ હાઈવે પર ભારેખમ મોટા વાહનોની અવરજવર વધારે રહે છે.તો અહી પણ સ્પીડબ્રેકર મુકવામા આવે તેવી માગ કરવામા આવી રહી છે. ત્યારે હવે જાેવાનુ રહ્યું કે આ મામલે જવાબદાર તંત્ર દ્વારા સ્પીડબ્રેકર ક્યારે મુકવામા આવે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers