Western Times News

Gujarati News

BiggBoss16 Winner MC Stanની ફી જાણીને તમે ચોંકી જશો

સામાન્ય માણસના 1 મહિનાના પગાર કરતાં વધુ છે Mc Stanની ફી 

મુંબઈ, રિયાલિટી શૉ  Bigg Boss ૧૬નો અંત આવી ગયો છે અને ત્યારપછીથી જ વિજેતા MC Stanની ચર્ચા ચાલી રહી છે. તેણે શૉ જીત્યા પછી ઘણાં ઈન્ટર્વ્યુ આપ્યા અને ફરાહ ખાનની હાઉસપાર્ટીમાં પણ જાેવા મળ્યો હતો જ્યાં તેણે મંડળી સાથે મળીને ખૂબ મસ્તી કરી. સ્ટેન હવે પોતાના કામ પર પાછો પણ ફર્યો છે. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના અપકમિંગ શૉની પણ જાહેરાત કરી. You will be shocked to know the fees of BiggBoss16 Winner MC Stan

આ સિવાય તે ફેન્સ સાથે વાતચીત કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યો હતો. અહીં પણ તેણે રેકોર્ડ તોડ્યો હતો. MC Stan શૉમાં અન્ય કન્ટેસ્ટન્ટ્‌સની જેમ સક્રિય નહોતો, તેમ છતાં ટ્રોફી તેને મળી ગઈ. માનવામાં આવે છે કે સ્ટેનની ફેન ફોલોવિંગ એટલી વધારે છે કે આ ફેન્સના વોટની મદદથી સ્ટેન જીતી ગયો છે.

અને શક્ય છે કે આ જ કારણોસર એમસી સ્ટેન સોશિયલ મીડિયા પર પ્રમોશનલ પોસ્ટ કરવા માટે લાખો રુપિયા ચાર્જ કરે છે. અને બિગ બોસ જીત્યા પછી તો તેની ફીમાં ૩૦-૪૦ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખીય છે કે પ્રાપ્ત જાણકારી અનુસાર, સ્ટેનની અમેઝોન મિની ટીવી સાથે એક ડીલ થઈ ગઈ છે. સ્ટેનના મેનેજર અન્ય બ્રાન્ડ્‌સ સાઈન કરવા માટેની સિલેક્શન પ્રોસેસમાં છે.

ફેશન, મ્યુઝિક, એસેસરીઝ, ગેમિંગ અને ઈ-સ્પોર્ટ્‌સ બ્રાન્ડ્‌સ વગેરેએ એમસી સ્ટેનની ટીમનો સંપર્ક કર્યો છે. લગભગ ૨૦ બ્રાન્ડ્‌સ કોલાબ કરવા માટે એમસી સ્ટેનની ટીમનો સંપર્ક કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે સ્ટેનના ઈન્સ્ટાગ્રામ પર ૯.૨ મિલિયન ફોલોઅર્સ છે.

જાે કે સ્ટેન પોતે એક પણ પ્રોફાઈલને ફૉલો નથી કરતો. એક અહેવાલ અનુસાર, કોઈ પણ એક બ્રાન્ડ સાથે સ્ટેનનું કમિટમેન્ટ ૮-૧૦ લાખ રુપિયા સાથે હોય છે. એક રીલ બનાવવા માટે તે ૧૮-૨૩ લાખ રુપિયા અને એક ઈન્સ્ટા સ્ટોરી માટે લગભગ ૫-૭ લાખ રુપિયા ચાર્જ કરે છે.

આ ફી બિગ બોસ ૧૬ પછી ૩૦થી ૪૦ ટકા સુધી વધી શકે છે. ૩ માર્ચથી સ્ટેનના કોન્સર્ટ શરુ થવાના છે. અમદાવાદ, દિલ્હી, મુંબઈ સહિત કુલ ૧૦ શહેરોમાં સ્ટેન શૉ કરવાનો છે. સ્ટેનના ફેન્સ તેને મળવા માટે ચોક્કસપણે આતુર હશે. બિગ બોસ ૧૬માંથી બહાર આવ્યા પછી સ્ટેને લાઈવ સેશન કર્યુ હતું. અને તેમાં રેકોર્ડબ્રેક લોકો જાેડાયા હતા. તેના લાઈવમાં પાંચ લાખ ૪૦ હજારથી વધારે લોકો જાેડાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.