Western Times News

Gujarati News

Nikki yadav case:પુત્રએ કરેલી હત્યામાં સાથ આપનાર પિતાની ધરપકડ

સાહિલે નિકકી સાથે 2020માં મંદિરમાં લગ્ન કરેલા, બાદમાં ઝઘડા શરૂ થયા હતા : નિકકી હત્યાકાંડમાં આરોપીના મિત્ર, પિતરાઈ ભાઈઓ સહિત પાંચની ધરપકડ

નવી દિલ્હી, નવી દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવા નિકકી મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કેસમાં આરોપી પ્રેમી સાહિલ પિતાની નિકકીની હત્યામાં સામેલગીરી સબબ ધરપકડ કરાઈ છે. Nikki Yadav murder case: Delhi Police found the dead body of Nikki Yadav in the refrigerator of a dhaba.

આ કેસમાં સાહિલ સહિત તેના પિતરાઈ ભાઈ સહિત ચાર લોકોની ધરપકડ કરાઈ છે. દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવા પ્રેમિકાની હત્યા કરીને તેના મૃતદેહને ફ્રીઝમાં રાખી દેવાના કેસમાં આરોપી સાહિલ ગહલોતની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

Nikki Yadav murder case:Arrest of father who assisted in son’s murder

નિક્કી યાદવના પિતા સુનીલ યાદવે જણાવ્યું હતું કે, નિક્કી અને સાહિલના લગ્ન વિશે પરિવારમાં કોઈને કંઈ ખબર નહોતી. અમે તેને માનતા નથી. હત્યામાં સામેલ તમામને મહત્તમ સજા મળવી જોઈએ.

પોલીસે આ કેસમાં આરોપીના પિતા અને આરોપીના પિતરાઈ ભાઈઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીના પિતા વિરેન્દ્રસિંહની ત્યારે ધરપકડ કરાઈ હતી. જયારે એ વાત બહાર આવી કે પુત્રના પ્રેમિકાની હત્યાના કાવતરામાં પિતા સામેલ હતા અને કાવતરામાં પિતાએ પુત્રની મદદ કરી હતી.

નિકકી સાથે લગ્ન કર્યા હતા સાહિલે: સૂત્રોના જણાવ્યા મુજબ લિવ ઈન રિલેશનશીપપમાં રહેતા સાહિલ અને નિકકીએ 2020માં નોઈડાના એક મંદિરમાં લગ્ન કર્યા હતા. સાહિલનો પરિવાર આ લગ્નથી નાખુશ હતો. પોલીસે રિમાન્ડ દરમિયાન સાહિલ અને નિકકીના લગ્નના પ્રમાણપત્રને પણ જપ્ત કર્યું હતું.

સાહિલના મિત્ર અને પિતરાઈ ભાઈએ નિકકીના શબને ફ્રીઝમાં છુપાવવામાં મદદ કરી હતી. આરોપીના પિતાએ પણ આ હત્યાના કાવતરામાં પુત્રની મદદ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી જાણતા હતા કે તેની અને નિકકી યાદવની ચેટ પોલીસ માટે મોટો પુરાવો બનશે એટલે તેણે પુરો ડેટા ડિલીટ કરી નાખ્યો હતો. કારણ કે અગાઉ બન્ને વચ્ચે વોટસએપ ચેટથી ઝઘડા થયા હતા. નિકકીની હત્યા બાદ આરોપીએ તેનો નિકકીનો ફોન બંધ પોતાની પાસે રાખી લીધો હતો જે પોલીસે જપ્ત કરી લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.