Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદ મૂક બઘિર નેશનલ Table Tennisમાં ગુજરાતના જિતે ગોલ્ડ જીત્યો

અમદાવાદ, All India Sports Council of the Deaf ના આશ્રય હેઠળ એમેરાલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇન્દોર દ્વારા યોજાયેલી આઠમી મુક બધિર સબ જુનિયર અને જુનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શનિવારે મોખરાના ક્રમના જીત પંડ્યા (ગુજરાત)એ બંગાળના બીજા ક્રમના અભિષેક બર્મનને 3-0થી હરાવીને અંડર-16 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. Jeet Pandya won gold medal in national table tennis competition.

Ahmedabadના 15 વર્ષીય જીત પંડ્યા આ જ કેટેગરીમાં અગાઉનો ચેમ્પિયન હતો. તેણે આ વખતે સમગ્ર ટુર્નામેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં તેણે હરિયાણાના હર્ષિતને 3-1થી તથા સેમિફાઇનલમાં બંગાળના પ્રેયસ સહાને  3-1થી હરાવ્યો હતો.

ઉમંગ બધિર શિક્ષણ સંકૂલના સાતમા ધોરણના વિદ્યાર્થી જીત પંડયા હાલમાં અમદાવાદની સેંટ ઝેવિયર્સ સ્કૂલ (લોયોલા) ખાતે એન્થની ગોમ્સના હાથ નીચે તાલીમ લઈ રહ્યો છે અને ભવિષ્યમાં ભારત માટે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં રમવાનું સ્વપ્ન નિહાળી રહ્યો છે

Copyright © All rights reserved. | Developed by Aneri Developers