Western Times News

Gujarati News

દેશના વિકાસમાં Suratનો ડાયમંડ ઉદ્યોગ ખૂબ અગત્યનોઃ પાટીલ

પ્રતિકાત્મક

(એજન્સી) સુરત, કેન્દ્રીય બજેટ ગુજરાતના વિકાસનો પર્યાય બનશે તેવો દાવો કર્યો છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે. સુરતમાં એક પત્રકાર પરિષદ દરમિયાન સી.આર. પાટીલે કેન્દ્રીય બજેટની ગુજરાત પર થનારી સારી અસરોની માહિતી આપી હતી.

સી.આર.પાટીલનું માનવું છે કે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે આ બજેટ આશીર્વાદ રૂપ બનશે. તો રેલવેના વિકાસ માટે પણ કરોડોની જાેગવાઇ હોવાની વાત તેઓએ જણાવી હતી. સી.આર. પાટીલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે બજેટમાં રેલવે માટે ૨.૪૧ લાખ કરોડ ફાળવ્યા છે.

આ રકમથી ગુજરાતમાં રેલવેમાં મોટા પાયે ફેરફાર આવશે અને ગુજરાત રેલવેને નવી ગતિ મળશે. તેમણે ઉમેર્યું હતું કે ૯૬૦ કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશનની કાયા પલટ કરવામાં આવશે. આવનાર દિવસમાં સુરત મહાનગર પાલિકાની ૩૦ માળની ભવ્ય ઓફિસનું નિર્માણનું આયોજન કરાયુ છે.

સુરત મહાનગર પાલિકાના બજેટ અંગે સી.આર.પાટીલે જણાવ્યું કે, સુરત એ એવું શહેર છે જયા સૌથી મોટા ૧૦ પ્રોજ્કેટ એક સાથે ચાલતા હોય તેવું દેશનું પહેલુ શહેર છે. સુરતમાં તાપી નદીનું શુદ્ધીકરણ સહિત અનેક વિકાસ લક્ષી કામો થવાના છે.સુરત એવું પ્રથમ શહેર છે કે જે પાણીમાંથી પણ આવક કરે છે. સુરતમાં આવનાર ૫૦ વર્ષ સુઘી પીવાના અને ઉદ્યોગ માટેના પાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતમાં ૯૬૦ કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશનની કાયા પલટ કરવામાં આવશે. આવનાર દિવસમાં સુરત મહાનગર પાલિકીની ૩૦ માળની ભવ્ય ઓફિસ બનવાની છે. સુરત મહાનગર પાલિકાએ નગરજનો ઉપર કોઇ પણ પ્રકારનો વઘારાનો વેરાનો બોજ નાખ્યો નથી. આ વખતે સુરત ન.પા.એ ૨૮૦૦ કરોડ જેટલા વિકાસના કામોનું આયોજન હાથ ધર્યુ છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશ, રાજયના મંત્રી મુકેશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઇ બગદાણા, જીલ્લાના પ્રમુખ નિરંજ ઝાઝમેરા ધારાસભ્યો અરવિંદભાઇ રાણા, સંગીતા પાટીલ,સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ, સહિતના નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.