Western Times News

Gujarati News

SVIT વાસદ ખાતે એન.એસ.એસ.ના સ્વયંસેવકોને CPRની તાલીમ

ખૂબ જ ભાગદોડ વાળા આજકાલ ના તણાવ યુક્ત જીવન માં દરેક વ્યક્તિ ને અકસ્માત નો ભય સતાવતો હોય છે અને ન જાણે ક્યારે અકસ્માત થઈ જાય આવા સમય માં દરેક વ્યક્તિ ને પ્રાથમિક સારવાર નું જ્ઞાન હોય તો કોઈનું જીવન બચાવી શકાય આ ઉદ્દેશ થી એસ વી આઈ ટી, એન એસ એસ યુનિટ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વડોદરાના સહયોગ થી વિદ્યાર્થીઓ માટે C P R અને પ્રાથમિક સારવાર ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું

એક દિવસ ની આ તાલીમ અંતર્ગત થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. એન.એસ.એસ.ના સ્વયંસેવકો ને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરા ના ઓફિસર શ્રી હિતેશ પરમાર દ્વારા આ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓ ના વિવિધ પ્રશ્નો જેવા કે C P R શું છે ? ક્યારે અપાય ? કોને અપાય ?, કેવી રીતે આપવામાં આવે વગેરે વિશે જાણકારી આપી હતી. હાર્ટ એટેક, ઇલેક્ટ્રિક શોક, ખૂબ જ ગરમી વગેરેથી વ્યક્તિ બેભાન થઈ હોય અને રિસ્પોન્સ ન કરે ત્યારે તેને CPR આપવામાં આવે છે.

CPR ની ABC ટેકનિક વિશે વિદ્યાર્થીઓ ને જાણકારી આપી હતી અને ત્યાર પછી માનવ ના ડમી મોડેલ પર દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે ત્રણ થી ચાર વખત પ્રેક્ટીકલ કરાવવા માં આવી હતી. જેથી કરીને વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે CPR આપવાની પ્રક્રિયા સમજી તેનો મહાવરો કરી શક્યા હતા

આ પ્રસંગે વિદ્યાર્થીઓ એ ખૂબ ઉત્સાહ થી આ ટ્રેનિંગ માં ભાગ લઇ સારી રીતે તાલીમ મેળવી હતી અને તેમના માં આત્મવિશ્વાસ આવી ગયો હતો કે જો જરૂર પડે તો તેઓ વ્યવસ્થિત તરીકે CPR આપી કોઈનું અમૂલ્ય જીવન બચાવવા માં મદદરૂપ થઈ શકશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ ના સ્વયંસેવક અવિનાશ સિંહ દ્વારા પ્રોગ્રામ ઓફીસર વિકાશ અગ્રવાલ ની દેખરેખમાં કરવામાં આવ્યું હતું એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ  શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છા ઓ પાઠવવા મા આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.