Western Times News

Gujarati News

અમેરિકન અબજાેપતિ ‘ભારતના લોકશાહીના પુનરુત્થાન’ વાળી ટિપ્પણી પર કેમ છે વિવાદ

મોદી સરકાર એટલી નબળી નથી કે વિદેશી નાગરિકના નિવેદનથી પડી જાય

(એજન્સી)નવીદિલ્હી, કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે શનિવારે અમેરિકન અબજાેપતિ જ્યોર્જ સોરોસની ‘લોકશાહીના પુનરુત્થાન’ વાળી ટિપ્પણી પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. Why is there a controversy over the American billionaire’s ‘revival of India’s democracy’ comment?

સતત ટ્‌વીટ્‌સ કરી, ભૂતપૂર્વ નાણામંત્રીએ અબજાેપતિ ઉદ્યોગપતિ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ સોરોસની મોટાભાગની વાત સાથે અસંહમત છે.

તેમણે ટ્‌વીટ કર્યું કે, ભૂતકાળમાં જ્યોર્જ સોરોસ દ્વારા કહેવામાં આવેલી મોટાભાગની વાતો સાથે હું સહમત નથી. અને હવે તે જે પણ કરી રહ્યા છે તેની સાથે પણ હું સહમત નથી. ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને પછાડવાની તેમની ટિપ્પણી બાલિશ નિવેદન છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એક ટ્‌વીટમાં કહ્યું કે, ભારતની જનતા નક્કી કરશે કે કોણ સરકારમાં રહેશે અને કોણ બહાર રહેશે. તેમણે અન્ય એક ટ્‌વીટમાં કહ્યું કે, તેમને ખબર ન હતી કે મોદી સરકાર એટલી નબળી છે કે તેને ૯૨ વર્ષના એક અમીર વિદેશી નાગરિકના નિવેદનોથી પાડી શકાય છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જ્યોર્જ સોરોસને અવગણવા અને નૂરીલ રૌબિનીને સાંભળવા કહ્યું. રૌબિનીએ ચેતવણી આપી હતી કે, ભારત ઝડપથી મોટા ખાનગી જૂથો દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે, જે સંભવિતપણે સ્પર્ધાને દબાવી શકે છે અને નવા પ્રવેશ કરનારાઓને મારી શકે છે.

આ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેરિકન અબજાેપતિ જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, વિદેશી શક્તિઓ ભારતની લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, જ્યોર્જ સોરોસે ભારતના લોકતાંત્રિક માળખાને તોડી પાડવા માટે ભંડોળની જાહેરાત કરી છે અને તે દરેક વ્યક્તિ જાણે છે કે તે કોને ભંડોળ આપે છે,

કોને પૈસા મોકલે છે. તેમણે કહ્યું, જ્યોર્જ સોરોસે જાહેરાત કરી છે કે તેઓ પીએમ મોદીને ઝૂકાવી દેશે અને ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડશે. દેશના તમામ નાગરિકો, સંગઠનો અને રાજકીય પક્ષોને યોગ્ય જવાબ આપવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.