Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ચારધામ યાત્રાઃBadrinath Highway પર મોટી તિરાડો દેખાઈ

Chardham Yatra: There is concern as big cracks are visible on Badrinath Highway

દહેરાદુન, ઉત્તરાખંડ સરકાર દ્વારા શનિવારના રોજ ચાર ધામ યાત્રા શરુ કરવાની તારીખોની જાહેરાત કરી છે. તો બીજી તરફ, જાેશીમઠ પાસે બદ્રીનાથ હાઈવે પર લગભગ ૧૦ વધુ મોટી તિરાડ જાેવા મળી હતી.

આ હાઈવે બદ્રીનાથના ધાર્મિક શહેર સાથે જાેડાય છે અને તે ગઢવાલ હિમાલયમાં સૌથી વધુ મુલાકાત લેવાતા તીર્થ સ્થાનોમાંનું એક છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જાેશીમઠ અને મારવાડી વચ્ચેના ૧૦ કિમીના વિસ્તારોમાં તિરાડો દેખાઈ છે.

જાેશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના પદાધિકારી સંજય ઉનિયાલે જણાવ્યું કે, નાગરિકોનું એક જૂથ કે જે જાેશીમઠમાં જમીન ધસવાની સમસ્યાને ઉજાગર કરી રહ્યાં છે. જાેશીમઠ પાસે બદ્રીનાથ હાઈવે પર ઓછામાં ઓછી ૧૦ જગ્યાએ નવી તિરાડો સામે આવી છે.

રાજ્ય સરકારના દાવાઓથી વિપરીત જૂની તિરાડો પહોળી થઈ રહી છે અને તાજી તિરાડો પણ સામે આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, એસબીઆઈ શાખાની સામે, રેલવે ગેસ્ટ હાઉસ પાસે, જેપી કોલોનીની આગળ અને મારવાડી પુલની પાસે હાઈવે પર મુખ્ય તિરાડો છે.

સ્થાનિક નિવાસી પ્રણવ શર્માએ જણાવ્યું કરે, ભૂસ્ખલનથી પ્રભાવિત પહાડી શહેરના રવિગ્રામ નગરપાલિકા બોર્ડમાં ઝીરો બેન્ડની પાસે હાઈવે પરનો એક નાનકડો ભાગ ધસી ગયો છે. તેઓએ જણાવ્યું કે, આ સિવાય હાઈવે પરની તિરાડો જે અગાઉ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા સિમેન્ટથી ભરવામાં આવી હતી, તે ફરી શરુ થઈ ગઈ છે.

એક વરિષ્ઠ જીઓલિસ્ટ કે જેમણે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, જે સ્થળોએ તિરાડો દેખાઈ છે તેની નિષ્ણાંતો દ્વારા વિગતવાર તપાસ થવી જાેઈએ. જેથી એ સ્થાપિત કરી શકાય કે તેનો એની સાથે સંબંધ છે કે નહીં. જાે કે, ચોમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ એક રાષ્ટ્રીય મીડિયા આઉટલેટમાં ટાંક્યું હતું કે, એક ટીમ તિરાડોની તપાસ કરી રહી છે અને એ ચિંતાનું કારણ નથી.

આ દરમિયાન જેબીએસએસના કન્વીર અતુલ સતીએ જણાવ્યું કે, આ તિરાડો ચિંતાનું એક મુખ્ય કારણ છે. બદ્રીનાથ હાઈવે પહેલેથી જ વરસાદના કારણે ધસી જવાનો સામનો કરી રહ્યો છે. ચાર ધામ યાત્રાના પીક ટાઈમે હજારો વાહનો રસ્તા પર દોડશે ત્યારે શું થશે એ અમને ખબર નથી. બદ્રીનાથ મંદિરના કપાટ આગામી ૨૭ એપ્રિલના રોજ ખુલશે. જ્યારે કેદારનાથની યાત્રા ૨૫ એપ્રિલથી શરુ થશે.

સરકારે શનિવારે આની જાહેરાત કરી હતી. ગયા વર્ષે રેકોર્ડ ૧૭.૬ લાખ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથના દર્શન કર્યા હતા. જે ૨૦૧૯ના ૧૨ લાખના આંકડાને પાર કરી ગયા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers