Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

JNUમાં ફરી એક વાર હોબાળો

નવી દિલ્હી, દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (JNU)માં ફરી એક વાર નવો વિવાદ ઊભો થતો દેખાય છે. અહીં JNUના છાત્ર સંઘ કાર્યાલયમાં શિવાજી જયંતિના અવસર પર Akhil Bharatiya Vidyarthi Parishad અને વામપંથી સભ્યોની વચ્ચે ડખ્ખો થઈ ગયો.

ABVPનો આરોપ છે કે, વામપંથી કાર્યકર્તાઓએ શિવાજી મહારાજની તસ્વીરની માળા કાઢીને તેને નીચે ફેંકી દીધી હતી. તો વળી લેફ્ટે એબીવીપી કાર્યકર્તાઓ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. એબીવીપીએ એક નિવેદનમાં કહ્યું કે, તેણે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિના અવસર પર એક કાર્યક્રમ આયોજીત કર્યો હતો.

Uproar in JNU once again

આ કાર્યક્રમની તુરંત બાદ વામપંથી વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા અને માળા ઉતારીને શિવાજીની તસ્વીર નીચે ફેંકી દીધી. ABVPએ આ ઘટનાની કેટલીય તસ્વીરો શેર કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે, JNUમાં છાત્ર સંઘ કાર્યાલયમાં વામપંથીઓ દ્વારા વીર શિવાજીના ચિત્ર પરથી માળા ઉતારી અને તોડી ફોડી ત્યાં લાગેલા મહાપુરુષની તસ્વીર ફેંકી દીધી.

ABVP તેની આકરી ટીકા કરે છે અને દોષિતો પર કાર્યવાહીની માગ કરે છે. જેએનયૂ સ્ટૂડન્ટ યૂનિયને આ સમગ્ર મામલા પર નિવેદન જાહેર કરીને કહ્યું કે, ABVPએ ફરી એક વાર છાત્રો પર હુમલો કર્યો છે. આ દર્શન સોલંકીના પિતાના આહ્વાન પર એકજૂથતા બતાવવા માટે કાઢવામાં આવેલી કેન્ડલ લાઈટ માર્ચની તુરંત બાદ કર્યો હતો. એબીવીપીએ ફરી એક વાર જાતિગત ભેદભાવ વિરુદ્ધના આંદોલનને પાટા પરથી ઉતારવા માટે આવું કર્યું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers