Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Vadodara : DJના ઘોંઘાટ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો ઉભરાઈ

વડોદરા, અત્યારે લાઉડ વોલ્યૂમ પર ગીતો વગાડવાનો ક્રેઝ વધી રહ્યો છે. શું તમારા વિસ્તારમાં પણ વધારે પડતા ઘોંઘાટવાળા ડીજેના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે? વડોદરા પોલીસ સ્ટેશનમાં ડીજેના ઘોંઘાટ સામે ફરિયાદો ઉભરાઈ ગઈ છે. Complaints poured in at police station against DJ’s noise

જાેકે આમાંથી મોટાભાગની ફરિયાદોમાં બાળકોને લાઉડ સ્પીકરના અવાજના કારણે ભણવામાં મુશ્કેલી પડતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે પાર્ટી અને અન્ય કોઈ કાર્યક્રમ હોય તો ડીજેના કારણે ઘણો ઘોંઘાટ થતો નજરે પડી રહ્યો છે. નોંધનીય છે કે પોલીસ અત્યારે ડીજેના ઘોંઘાટ સામે કડક પગલા ભરી રહી છે.

મીડિયા અહેવાલો પ્રમાણે સાંજે જ ડીજેના ઘોંઘાટથી વાતાવરણ ડોહળાઈ જતુ હોય એમ લાગી રહ્યું છે. અત્યારે પોલીસે વડોદરામાં ઘણા ડીજે માલિકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી દીધી છે. શહેરના પોલીસ કમીશનરે પણ આ ડ્રાઈવને વધુ ઉગ્ર બનાવવા માટે કાર્ય વેગવંતુ કરી દીધું છે. પોલીસ કમીશનર શમશેરસિંહે કહ્યું કે અમે આ પ્રમાણેના ડીજે સામે લાલ આંખ કરીને બેઠા છીએ.

 

અત્યારે હજારો વિદ્યાર્થીઓ સીએબએસઈ પરીક્ષા આપવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. તેમના આ અવાજના ઘોંઘાટથી ભણવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે પોલીસ સ્ટેશનમાં મોટાભાગે અવાજના ઘોંઘાટથી બાળકોના અભ્યાસ પર અસર થતી હોવાના ફોન આવી રહ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આ એક જ સમસ્યા માટે ફોન આવતા ચિંતા પ્રસરી ગઈ છે.

પોલીસ કમીશનરે વધુમાં કહ્યું કે છેલ્લા ત્રણ દિવસથી અમને દરરોજ ૨૦ ફોન આવી રહ્યા છે. દરેક ફોન કોલમાં એવું જ કહેવામાં આવી રહ્યું છે કે ડીજેના વધારે અવાજથી અમારા બાળકના અભ્યાસ પર અસર પડી રહી છે. એટલું જ નહીં આના પગલે પોલીસે આવા ડીજે સામે લાલ આંખ કરી દીધી છે.

તથા તેમની મ્યૂઝીક સિસ્ટમ પણ જપ્ત કરી લીધી છે. વાતચીતમાં પોલીસ કમીશનરે વધુમાં કહ્યું કે મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ ઘણા લોકો મને ટેગ કરે છે. વીડિયો મોકલે છે અને એક જ ફરિયાદ કરે છે કે અવાજના ઘોંઘાટને કારણે બાળકના અભ્યાસ પર અસર પડી રહી છે. અમે રાત્રે ૧૦ પછી અથવા સવારે પણ ઘોંઘાટવાળા ડીજે મ્યૂઝીક સિસ્ટમ સામે રોક લગાડવા તજવીજ હાથ ધરી રહ્યા છીએ.

પોલીસે ત્યારપછી આ તમામ ડીજે સામે સોશિયલ મીડિયામાં પણ કવાયત હાથ ધરી દીધી છે. એટલું જ નહીં વાલીઓને પણ જણાવ્યું છે કે જાે વધારે પડતો ઘોંઘાટ થાય તો તાત્કાલિક ધોરણે પોલિસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દેવો જાેઈએ. જેના પરિણામે યોગ્ય પગલાં ભરી શકાય.

પોલીસે વધુમાં કહ્યું છે કે નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે લગ્નગાળો હોય છે. જેથી પ્રિવેડિંગ સેરેમની તથા વેડિંગ સમયે આ પ્રમાણેનો ઘોંઘાટ તથા ડીજે મ્યૂઝિકની ફરિયાદો વધી શકે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers