Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Brazil flood : બ્રાઝિલમાં કુદરત તબાહી મચાવી રહી છે

બ્રાઝિલમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ૨૪ લોકોના મોત

નવીદિલ્હી,બ્રાઝિલમાં કુદરત તબાહી મચાવી રહી છે. ભારે વરસાદને કારણે ઉત્તર-પૂર્વીય બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલન થયું છે, જેના કારણે જાનમાલનું નોંધપાત્ર નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા ૨૪ લોકોના મોત થયા છે. ત્યાં અનેક લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદને કારણે પૂરની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવાનો મોટો પડકાર છે.

જાેકે પ્રશાસન પોતાના સ્તરે લોકોને મદદ કરી રહ્યું છે.હાલ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. અનેક લોકોને ઘર છોડવું પડ્યું છે. બ્રાઝિલથી જે તસવીરો સામે આવી રહી છે તે કુદરતી વિનાશનો જીવતો જાગતો પુરાવો છે.

બ્રાઝિલમાં અવિરત મુશળધાર વરસાદે જનજીવન ખોરવી નાખ્યુ છે. વરસાદના કારણે શહેરની માટી નબળી પડી જવાને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે. બે અલગ-અલગ શહેરોમાં ભૂસ્ખલનથી લોકોના મોત થયા છે.
આ પહેલા પણ બ્રાઝિલમાં ભારે પુર અને ભૂસ્ખલને તબાહી મચાવી હતી.

ભારે વરસાદને કારણે ઉત્તર-પૂર્વીય બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલન થયુ હતુ, જેના કારણે જાનમાલનું પણ મોટા પાયે નુકસાન થયુ હતુ. ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા ૧૦૬ લોકોના મોત થયા હતા. તો હજારો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લગભગ ૩,૯૫૭ લોકો આશ્રય વિના જીવવા મજબૂર બન્યા હતા.

અધિકારીઓએ જણાવ્યુ હતુ કે વરસાદે પરનામ્બુકો શહેરમાં સૌથી વધુ તબાહી મચાવી.ફક્ત એક શહેરમાં જ મૃત્યુઆંક ૩૫ છે, જ્યારે ૧૦૦૦ થી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. આ વિનાશની કેટલીક તસવીરો સામે આવી છે, જે બ્રાઝિલની સ્થિતિને વર્ણવવા માટે પૂરતી છે.

Brazil flood: Nature is wreaking havoc in Brazil

Copyright © All rights reserved. | Developed by Aneri Developers