Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Rajkot Rape case : સભ્ય સમાજનું માથુ શરમથી ઝુંકી જાય તેવી ઘટના

૮૬ વર્ષના વૃદ્ધનું કૃત્ય, પૌત્રી સમાન માત્ર સાત વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યું

રાજકોટ,Gujaratના Rajkotમાંથી ચોંકાવનારા અને ચેતવણી વાળા અહેવાલ સામે આવ્યા છે. રાજકોટમાં સભ્ય સમાજનું માથુ શરમથી ઝુંકી જાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ૮૬ વર્ષના વાસનામાં અંધ બનેલા વયોવૃધ્ધે રાક્ષસોને પણ શરમાવે તેવું કૃત્ય કરી પોતાની પ્રપૌત્રીની ઉંમરની માત્ર સાત વર્ષની અબુધ બાળા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.

ભકિતનગર પોલીસે દુષ્કર્મ અને POSCO સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વૃધ્ધની ધરપકડ કરી હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આનંદનગરમાં બ્લોક નં-૮ માં ગ્રાઉન્ડ ફલોરના કવાર્ટરમાં રહેતા વેલજી ભુરા પીઠવા (ઉ.વ.૮૬) આજે સવારે પોતાના કવાર્ટરની બહાર રમતી સાત વર્ષની બાળાને પોતાના કવાર્ટરમાં લઈ ગયો હતો. દરવાજાે અંદરથી બંધ કરી તેણે બાળા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. Rajkot rape case

બાળાએ વિરોધ કરતા તેને ચુપ કરાવી દીધી હતી અને ધમકી પણ આપી હતી. તો બીજી તરફ વૃદ્ધે દરવાજાનો આગળીયો પણ તેને ખોલવા દીધો ન હતો. મહામહેનતે બાળા રડતી રડતી કવાર્ટરની બહાર નિકળી હતી અને આંખમાં આસુ સાથે વાલીઓને આપવીતી કહેતા પાડોશીઓને પણ જાણ થઈ ગઈ હતી.

આખરે પાડોશીઓએ મહિલા હેલ્પલાઈન અભયમનો સંપર્ક કરતા તેનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. અભયમના સ્ટાફ પણ માહિતી મેળવી સ્તબ્ધ થઈ ગયો હતો. આખરે અભયમના સ્ટાફે ભોગ બનનાર બાળાની પુછપરછ કરતા તેણે આપવિતિ કહી હતી. જેથી અભયમનો સ્ટાફ, ભોગ બનનાર બાળા અને તેના વાલીઓને લઈ ભકિતનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

જયાં પીએસઆઈ એ.જે.લાઠીયા અને રાઈટર નિલેશભાઈ મકવાણાએ માહિતી મેળવી ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી આરોપી વેલજી સામે દુષ્કર્મ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી. આ ઘટનાની સમગ્ર આનંદનગર વિસ્તારમાં જાણ થતા આરોપી વેલજી ઉપર લોકોનો રોષ ભભુકી ઉઠયો હતો.

આરોપી વેલજીએ અન્ય આરોપીઓ કરે છે તેમ પોતાના કૃત્યોનો પોલીસ સમક્ષ સાફ ઈન્કાર કરી દીધો હતો. પરંતુ મેડીકલ ચેકઅપમાં તેનો ભાંડો ફુટી ગયો હતો અને તેણે બાળા સાથે અજુગતુ કર્યાનું સ્પષ્ટ બની ગયું હતું.HM1

 

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers