Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Accident : ધંધુકા બગોદરા હાઇવે પર એસટી અને ટ્રકનો અકસ્માત

અમદાવાદ,ગુજરાતમાં વધુ એક દર્દનાક માર્ગ અકસ્માત સામે આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ ધંધુકા બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મહુવાથી ગાંધીનગર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો ૩ લોકો બસના કેબિનમાં ફસાયેલા હતા, તેમને પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે.Accident: ST and truck accident on Dhandhuka Bagodara highway

બસ ના કેબીન માં એક મહિલા નું મોત થયું છે દસ થી વધુ લોકો ને ઇજા થઇ છે. બગોદરા, ફેદરા, વટામણ એમ ત્રણ ૧૦૮ ની મદદ થી ઇજાગ્રતો ને બગોદરા આરોગ્ય કેન્દ્રં માં ખસેડાયા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, આ ગંભીર અકસ્માતમાં ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

તો બીજી તરફ બગોદરા, ફેદરા, વટામણ એમ ત્રણ ૧૦૮ની મદદથી ઇજાગ્રસ્તનો બગોદરા આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા.આજે સોમવારની વહેલી સવારે આ અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળ પર એકનું મોત નિપજ્યુ હતું, જ્યારે ૧૦થી વધુ લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પાપ્ત થતી વિગતો મુજબ એક કોલસા ભરેલી ટ્રક પુલ પર ઊભી હતી જ્યા પાછળથી ધડાકાભેર બસ અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયુ હતું અને દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલ થયેલા તમામને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.HM1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers