Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી પાસેથી મોબાઈલ મળે તો પોલીસ ફરિયાદ થશે

ગાંધીનગર, ગુજરાતમાં જુનિયર ક્લાર્ક સહિતના પેપર લીકની ઘટનાઓ બાદ રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી સમયમાં શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે આ પરીક્ષાઓમાં કોઈ ગેરરીતીના થાય અને પરીક્ષાની ગોપનીયતા જળવાય તે માટે સરકારે સૂચનાઓ આપી દીધી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાર મહાનગરોના પોલીસ કમિશ્નર, તમામ જિલ્લા કલેક્ટર, પોલીસ વડાને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવવામાં આવી રહ્યું છે કે, પરીક્ષામાં ગેરરીતી ના થાય અને પરીક્ષાની ગોપનીયતા જળવાય તેમજ કોઈ પણ વિદ્યાર્થી પાસેથી મોબાઈલ મળે તો પોલીસ ફરિયાદ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

બોર્ડની પરીક્ષા આગામી ૧૪મી માર્ચથી શરૂ થનાર છે જે ૨૯ માર્ચ સુધી ચાલશે. આ પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આગામી સૂચનાઓ વીડિયો કોન્ફરન્સ થકી આપવામાં આવશે. પરીક્ષા સ્થળની આસપાસ ઝેરોક્ષ મશીનો ચાલુ નહીં રાખી શકાય. કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્‌સ પણ સાથે નહીં રાખી શકાય. જેથી જાે પરીક્ષા ખંડમાં આવી કોઈ પણ વસ્તુ મળશે તો પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers