Western Times News

Gujarati News

ટેકાના ભાવે ખરીદ કેન્દ્રોનો ટેકો ખેડૂતો માટે નકામો

મોડાસા માર્કેટયાર્ડમાં ખુલ્લા બજારમાં ૩૦૦ થી વધુ ટ્રેકટરો સાથે મણે ૨૫૦ થી વધુ નુકશાન 

કમોસમી વરસાદ બાદ અરવલ્લી જિલ્લા માં થયેલ મગફળી ના પાક ને નુકશાન બાદ બચેલો પાક ટેકા ના ભાવે વેચવા માં મુશ્કેલી પડતા ખેડૂતો ઓછા ભાવે માર્કેટયાર્ડ માં વેપારીઓ ને મગફળી વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે એક બાજુ રવિ સીઝનની વાવણી માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થતા ખેડૂતો માર્કેટયાર્ડમાં મગફળી વેચવા મજબુર બનતા માર્કેટયાર્ડના વેપારીઓ પણ ખેડૂતોની મજબુરીનો લાભ ઉઠાવી મણે ૨૫૦ થી ૩૦૦ રૂપિયા ઓછા આપી રહ્યા છે ખેડૂતો પાસેથી ૭૫૦  થી ૮૫૦ સુધી મણે ખરીદી કરતા ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

ચાલુ વર્ષે જિલ્લા માં ખેડૂતો એ મગફળી નું મબલખ વાવેતર કર્યું હતું સારો વરસાદ થતાં સારી ઉપજ મળવા ની ખેડૂતો ને આશા હતી પરંતુ કમોસમી વરસાદ થતાં મહામુલો પાક પલડી ગયો જેના કારણે ખેડૂતો ને જે સારી ઉપજ મળવા ની આશા હતી એ આશા પર પાણી ફરી વળ્યાં જિલ્લા માં 14 હજાર થી વધુ હેકટર જમીન માં મગફળી સંપૂર્ણ નિષ્ફળ જવા પામી છે


માંડ 20 ટકા મગફળી નો પાક બચ્યો છે સરકારે મગફળી ટેકા ના ભાવે ખરીદવા નું નક્કી કર્યું છે ત્યારે ખેડૂતો જ્યારે ટેકા ના ભાવે વેચવા માટે ખરીદ કેન્દ્ર માં જાય છે ત્યારે મગફળી ના છેડે ડાંડી છે હવા વધુ છે કોઈને કોઈ બહાને ખેડૂતો ની મગફળી રિજેક્ટ કરવામાં આવેછે જેથી ટેકના ભાવે મગફળી વેચવા નડતી કનડગત ને કારણે ખેડૂતો ઓછા ભાવે માર્કેટમાં વેપારીઓ ને મગફળી વેચવા મજબૂર બન્યા છે આજે મોડાસા માર્કેટયાર્ડ માં વેપારીઓ ને ટેકા વગર મગફળી વેચવા માટે લાંબી લાંબી લાઈનો લાગી છે

લગભગ વહેલી સવારથી 300 થી વધુ ટ્રેક્ટર મગફળી લઈ ને ખેડૂતો મોડાસા માર્કેટયાર્ડ પહોંચ્યા છે અને ટેકના ભાવે નડતી મુશ્કેલીઓ અને લગ્ન સિઝન બાળકો ના અભ્યાસ વગેરે બાબતે નાણાં ની જરૂરિયાત ને કારણે મણે 250 થી 300 રૂપિયા ખોટ વેઠી ને પણ મગફળી વેપારીઓ ને વેચવા વહેલી સવારથી મોડાસા માર્કેટયાર્ડ માં ખેડૂતો નો ખડકલો જોવા મળ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.