Western Times News

Gujarati News

અરવલ્લી-સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશનનુ ચોથું વાર્ષિક મહાસંમેલન યોજાયું

બન્ને જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી- સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશનનુ ચોથું વાર્ષિક મહાસંમેલન તારીખ-૧૯/૦૨/૨૦૨૩ રવિવારના રોજ એન.આર.એ વિધાલય, ભીલોડા ખાતે યોજાયું હતું. આ મહાસંમેલનમાં સમારંભના અધ્યક્ષ તરીકે આર.વી.અસારી (IPS) , DIG- આઈ.બી , ગુજરાત રાજ્ય તેમજ શ્રી જયંતિભાઈ નિનામા (કમિશ્નર,SGST) , ડો.દર્શનાબેન તબિયાર (મેડિકલ ઓફિસર, સિવિલ હોસ્પિટલ હિંમતનગર),શ્રી બી.એમ.ખાણમા (મહામંત્રી, આદિ.ડુ.ગરાસિયા જનરલ પંચ) અને અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના સામાજિક આગેવાનો , વડીલો , ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

એસોસિયેશનના પ્રમુખ શ્રી દિલીપકુમાર નિનામાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષક , બાળક અને સમાજને કેન્દ્રમાં રાખીને સામાજીક રીતે મદદરૂપ થવાની ભાવનાથી રચના કરવામાં આવી છે. આ એસોસિયેશન સાથે મેઘરજ , ભીલોડા , વિજયનગર , ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, હિંમતનગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર અને અમરેલી જીલ્લાના જે મુળ અરવલ્લી સાબરકાંઠા જીલ્લાના છે અને ગુજરાતના જુદા-જુદા જીલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમને સામેલ કરવામાં આવ્યા છે. જેઓ આદિવાસી સમુદાયના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે.

મહાસંમેલનના મહેમાનો શ્રી આર.વી.અસારી સાહેબ , શ્રી જયંતિભાઈ નિનામા સાહેબ, ડો. દર્શનાબેન તબિયાર અને શ્રી બી.એમ.ખાણમા સાહેબ દ્વારા આદિવાસી સમુદાયના ઉત્થાન માટે અધ્ધતન શિક્ષણ , નવી શિક્ષણ નીતિ, ધંધા તરફ વળવા , યુવાનો વ્યસનોથી દુર રહે વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષક મિત્રો સમાજને જાગૃત કરે તેવું અગત્યનું સુચન આપ્યું હતું.

વધુમાં આગામી દિવસોમાં ગુજરાતના ૧૪ આદિવાસી જીલ્લાઓમાં પણ શિક્ષક એસોસિયેશનની રચના કરવામાં આવશે. ત્યારે ગુજરાત આદિવાસી શિક્ષક એસોસિયેશન ના નામથી સમગ્ર ગુજરાતના આદિવાસી શિક્ષકો સામાજીક રીતે જાેડીને સમુદાયના ઉત્થાન માટે કામ કરશે. કારણકે જાે કોઈપણ સમાજનો વિકાસ કરવો હશે તો સારા શિક્ષણ થકી જ થશે. માટે સમુદાયના બાળકો અલગ અલગ ફિલ્ડમા અભ્યાસ કરી અધ્ધતન ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને સામાજીક વિકાસ કરવા એસોસિયેશને તત્પરતા બતાવી છે.

અરવલ્લી સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશનના ચોથા વાર્ષિક મહાસંમેલનને સફળ બનાવવા માટે સર્વે દસ તાલુકાના શિક્ષક મિત્રો , હોદ્દેદારોના સાથ સહકાર તેમજ સૌએ તન-મન-ધન દ્વારા જે મદદરૂપ થયા તેથીજ મહાસંમેલનને સફળતા મળી છે. આ સફળતા કોઈ એક વ્યક્તિની નથી પણ સૌની છે. ટીમ વર્કથી સૌએ પોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત રહ્યા તે બદલ એસોસિયેશન સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કરે છે.

આ મહાસંમેલનને સફળ બનાવવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર બાળકો તેમજ તૈયાર કરાવનાર શિક્ષક મિત્રો અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર શ્રી સચિનભાઈ બલેવિયા અને શ્રી મહેશભાઈ ભગોરા સાહેબને એસોસિયેશન અભિનંદન સાથે આભાર વ્યક્ત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.