Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કયા કારણસર બીજા ધોરણમાં ભણતા ૨ વિદ્યાર્થી ડૂબી ગયા

પ્રતિકાત્મક

બીજા ધોરણમાં ભણતા ૨ વિદ્યાર્થીના ડૂબવાથી મોત થયા

(એજન્સી)ગીર સોમનાથ, ગીર સોમનાથના કણેરી ગામે ધોરણ ૨માં અભ્યાસ કરતા ૨ વિદ્યાર્થી ડૂબી ગયા હતા. તેને લઈને ગામલોકોમાં રોષ જાેવા મળ્યો છે. લોકો જવાબદાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે શાળાને તાળીબંધી કરવા પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.

મહાશિવરાત્રિના દિવસે દેશભરમાં ધામધૂમપૂર્વક શિવરાત્રી ઉજવાય રહી હતી. ત્યારે ગીર ગઢડાનું કણેરી ગામ હિબકે ચડ્યું હતું. કારણ કે, શુક્રવારે બપોર બાદ અહીં પ્રાથમિક શાળામાં ધોરણ ૨માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી કેવલભાઈ રમેશભાઈ વંશ અને નીતિનભાઈ બચુભાઇ બાંભણીયા ગામ પાસેથી પસાર થતી સોમેત નદીમાં ડૂબી જતાં મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, ચાલુ શાળાએ બંને વિદ્યાર્થીઓ લઘુશંકાનું કહીને બહાર ગયા હતા અને ત્યારબાદ કલાકો સુધી પરત ફર્યા નહોતા. આખરે બંનેની શોધખોળ હાથ ધરતા તેમના મૃતદેહ મળી આવ્યા હતા. ‘ગામમાં વીજકાપ હતો તેને કારણે અમારી શાળાના શૌચાલયમાં પાણી નહોતું આવતું.

અને આ બંને વિદ્યાર્થીઓએ તેમના શિક્ષિકા પાસે લઘુશંકા જવા માટે રજા માંગી અને જતા રહ્યા હતા. ૩૦ મિનિટ સુધી ન આવતા શોધખોળ હાથ ધરી હતી અને બંનેની લાશ પાણીમાંથી મળી આવી હતી. પરંતુ સવાલ અહીં એ છે કે, વીજકાપ એક દિવસ અથવા અમુક કલાકોનો હોય છે.

તો કેમ શાળામાં પાણી નહોતુ કે પછી આ રોજિંદી બાબત હતી અને શાળામાં સુવિધાનો અભાવ હતો? જાે કે, આ પ્રકારની ગંભીર બેદરકારીને કારણે શાળાના બે બાળકોએ જીવ ગુમાવવા છતાં હજુ સુધી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાયાં નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers