Western Times News

Gujarati News

વિરપુરના સવનીયા ગામે સફેદ પથ્થરનુ ગેરકાયદેસર ખનન ઝડપાયું રૂપિયા ૨,૫૯,૦૪૫ દંડ ફટકાર્યો

વિરપુર:  મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના સવનીયા ગામે વિરપુર મામલતદાર દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમ્યાન ગેરકાયદેસર રીતે સફેદ પથ્થરનુ ખનન ગેરકાયદેસર રીતે ચાલતું હોવાથી સ્થાનિક મામલતદાર દ્વારા પકડી પાડવામાં આવ્યું હતુ એક જેસીબી તેમજ સફેદ પથ્થર ભરેલું ટ્રેકટર સહિતના બે વાહન ડીટેન કરવામાં આવ્યા હતા.

જેમાં મહિસાગર જીલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ ટ્રાન્સપોટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ  ૨૦૧૭ ના નીયમ મુજબ ટ્રેકટર નંબર GJ07 BR 7501 પરમાર મણીલાલ કાનાભાઈ મુ-કસલાલ તા-લુણાવાડા ના ૧૨૨ નીયમ મુજબ ભરપાઈ રકમ રૂપિયા ૩૫,૧૨૦/- તેમજ જેસીબી નંબર GJ35S 0734 નરેન્દ્ર જગતસિંહ ગઢવી રહે પાંડવા બાલાસિનોરનઓને ગેરકાયદેસર રીતે સરકારી જમીન તેમજ પડતર જમીનોમાં ગેરકાયદેસર રીતે ખનન કરતા રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા

જેઓને તંત્ર દ્વારા રૂપિયા ૨,૨૩,૯૨૫/- દંડ ફટકાર્યો હતો જેમાં દંડની રકમ ભરપાઈ કરી વાહનો છોડાવવા તાકીદ કરવામાં આવ્યું હતું જેમાં બંને વાહનોની કુલ રકમ‌ ૨,૫૯,૦૪૫ દંડ ફટકાર્યો હતો જેના કારણે સફેદ પથ્થરોનો ખનન કરનારોઓમા ફફડાટ વ્યાપી ગયો છે…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.