Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Ahmedabad: 9 અસામાજિક તત્વોએ આધેડને ઢોર માર માર્યો

અમદાવાદ, ૫૦ વર્ષના વ્યક્તિએ ૯ લોકો વિરૂદ્ધ સોલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. તેઓ ઘાટલોડિયાના રહેવાસી છે. ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે ગોતા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે તેમના પર હુમલો થયો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જે લોકોએ હુમલો કર્યો છે તેમની સામે અગાઉ એટ્રોસિટીની ફરિયાદ પણ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય મારી સાથે બદલો લેવાનો હતો. ઘાટલોડિયાના રહેવાસી હરગોવન પરમારે જણાવ્યું કે છેલ્લા ૧ વર્ષથી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. કેટલાક શખ્સો દ્વારા તેમની પજવણી થઈ રહી છે. તેમણે ૮ લોકોનો ઉલ્લેખ કર્યો હતો જેઓ સતત આર્થિક મુદ્દે તેમને હેરાન કરી રહ્યા હતા.

એટલું જ નહીં એક વર્ષ પહેલા આ લોકોએ તેમની ઘરવખરી પણ બાળી નાખી હતી. પરમારે કહ્યું હતું કે ઘણીવાર એ શખ્સો દ્વારા તેમના પર જાતિગત નિવેદનબાજી પણ કરવામાં આવી હતી. જેના કારણે તેમણે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી દીધી હતી. જાેકે આના પછી પણ કોઈ ફેરફાર થયો નહીં અને તેમની પજવણી સતત ચાલુ રહી હતી. આ અંગે સોલાના પોલીસ અધિકારીએ પણ નિવેદન આપ્યું છે.

મીડિયા અહેવાલો પ્રમાણે હરગોવન પરમારને સતત હેરાન કરવામાં આવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે હરગોવન પરમારને ૮થી ૯ શખ્સો દ્વારા ગોતા BRTS બસ સ્ટેન્ડ પાસે લોખંડના રોડ વડે સતત મારવામાં આવ્યા હતા.

આ દરમિયાન તેમના વિરૂદ્ધ જાતિય શબ્દોચ્ચાર પણ કરાતો હતો. આ પછી પરમાર બેભાન થઈ ગયો અને જેથી સારવાર માટે તેને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આની સાથે જ જિગ્નેશ મેવાણી હોસ્પિટલ તરફ ભાગ્યો અને પોલીસને તાત્કાલિક ધોરણે પગલાં ભરવા અપિલ કરી હતી. મીડિયા અહેવાલો પ્રમાણે તે શખ્સે ફરિયાદ કરી હતી કે મારા જીવને જાેખમ છે.

૧૦ ફેબ્રુઆરીએ તેણે સંપૂર્ણ વિગતો પણ જણાવી હતી. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખ્યા હોવા છતા તેમની સુરક્ષા થઈ શકી નહીં. તથા ગોતા વિસ્તારમાં તેમને માર મારવામાં આવ્યો હતો. આ અંગે સોલા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળ કાર્યવાહી શરૂ કરી દીધી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers