Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રશિયાની લડાઈ યુક્રેનને આઝાદ કરવા માટે છેઃ પુતીન

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે રશિયાની સંસદને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે રશિયા યુક્રેનને આઝાદ કરવા માટે લડી રહ્યુ છે. આ ઉપરાંત તેણે પશ્ચિમના દેશો પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. પુતિનનું સંબોધન અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેનની યુક્રેનની મુલાકાતના એક દિવસ બાદ આવ્યું છે.
પુતિને પોતાના સંબોધનમાં પોતાના દેશના લોકોની સુરક્ષાને મહત્વપૂર્ણ ગણાવી અને યુદ્ધ સાથે જાેડાયેલી ઘણી જાહેરાતો પણ કરી હતી.

વ્લાદિમીર પુતિને પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે તેઓ એવા સમયે દેશને સંબોધિત કરી રહ્યા છે જે દેશ માટે મુશ્કેલ અને મહત્વપૂર્ણ છે. સમગ્ર વિશ્વમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. પુતિને કહ્યું કે રશિયા યુક્રેનને આઝાદ કરવા માટે લડી રહ્યું છે. પુતિને પશ્ચિમી દેશોની પણ ટીકા કરી કરતા કહ્યું કે મોસ્કોએ નાટો સાથે શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ નાટોએ યોગ્ય જવાબ આપ્યો ન હતો.

પુતિને કહ્યું હતું કે વર્ષ ૨૦૧૪થી સંવેદનશીલ એવા ડોનબાસ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે અમે શક્ય તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ અમારી પીઠ પાછળ જુદા જુદા ષડયંત્રો ઘડવામાં આવી રહ્યા હતા. પુતિને કહ્યું કે યુક્રેન અને ડોનબાસ જૂઠાણાના પ્રતીક બની ગયા છે. પુતિને પશ્ચિમી દેશો પર કરારમાંથી ખસી જવાનો અને ખોટા નિવેદનો આપવા અને નાટોનો વિસ્તાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પુતિને કહ્યું કે પશ્ચિમી દેશો આ યુદ્ધના ગુનેગાર છે અને અમે તેને રોકવા માટે માત્ર સેનાનો ઉપયોગ કરી રહ્યા છીએ.SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers