Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Sensexમાં ૧૯ અને Niftyમાં ૧૮ પોઈન્ટનો નજીવો ઘટાડો થયો

મુંબઈ, પીએસયુ બેન્કો અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરમાં વેચવાલી વચ્ચે મંગળવારે સ્થાનિક શેરબજારો નજીવા ઘટાડા સાથે બંધ થયા હતા. બીએસઈનો ૩૦ શેરનો સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ (બીએસઈ સેન્સેક્સ) ૧૮.૮૨ પોઈન્ટ્‌સ અથવા ૦.૦૩ ટકાના ઘટાડા સાથે ૬૦,૬૭૨.૭૨ પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૧૭.૯૦ પોઈન્ટ્‌સ અથવા ૦.૧ ટકાના ઘટાડા સાથે ૧૭,૮૨૬.૭૦ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો પીએસયુ બેન્ક અને રિયલ એસ્ટેટ સૂચકાંકો એક-એક ટકા ઘટીને બંધ થયા છે. તે જ સમયે, ઓઇલ એન્ડ ગેસ, મેટલ, હેલ્થકેર અને આઇટી શેરોમાં પણ વેચવાલી જાેવા મળી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ નજીવા નુકસાન સાથે બંધ થયા છે. ટાટા મોટર્સનો શેર સેન્સેક્સ પર સૌથી વધુ ૧.૪૨ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. એ જ રીતે સન ફાર્માનો શેર ૧.૪૦ ટકા ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકના શેર ૦.૮૦ ટકાથી વધુ ઘટીને બંધ થયા છે.

આ સિવાય બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈટીસી, ટાઇટન, એશિયન પેઇન્ટ્‌સ, મારુતિ, એસબીઆઈ અને એક્સિસ બેંકના શેર પણ લાલ નિશાન સાથે બંધ થયા છે.એનટીપીસીનો શેર સેન્સેક્સમાં સૌથી વધુ ૩.૨૨ ટકાના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે પાવરગ્રીડમાં ૦.૯૩ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૦.૭૯ ટકા, ટાટા સ્ટીલમાં ૦.૭૬ ટકા, એચડીએફસી બેન્કમાં ૦.૪૮ ટકા, એચડીએફસી બેન્કમાં ૦.૪૪ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૦.૩૦ ટકાનો વધારો નોંધાયો હતો.SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers