Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઠાસરા તાલુકાના વલ્લભપુરા ગામમાં ૧૭ જેટલા કાંચા પાકા દબાણો દૂર કરાયા

(પ્રતિનિધિ) ડાકોર, ઠાસરા તાલુકાના વલ્લપુરા ગામમાં દબાળો હટાવવા ૫૦ પોલીસ જવાનોનો કાફલો ઠલવાયો હતો ડાકોરના પી.એ.સાઇ આકાસ ચોધરી સાથે વાત કરાતા તેવો ના જણાવ્યા પ્રમાણે ડાકોર તેમજ ઠાસરા સેવાલીયા અને ચકલાસીના પોલીસ જવાનો પણ આ દબાળો હટાવવા પોલીસના જવાનોને બોલાવ્યા હતા જાેકે કોઈ પણ અનિછિય બન્યો ન હતો અને દબાળો શાંન્તીપૂર્ણ હટાવાયા હતા.

ઠાસરા તાલુકાના વલ્લભપૂરા ગામ પંચાયત દ્વારા ૧૭ જેટલા કાચા પાકા દબાળો દૂર કરાયા જેમાં આજ રોજ સરપંચ અને તલાટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી વલ્લભપુરા ગ્રામમાં છેલ્લા એક વર્ષથી પંચાયત અને તલાટી દ્વારા દબાળકર્તાઓને નોટીસ આપવામાં આવી હતી તેમ છતાં ગ્રામજનો દબાળહરાવતા ન હતા જેથી આજરોજ સરપંચ અને તલાટી દ્વારા પોલીસ પોટેકશન રાખીને ૧૭ જેટલા દબાળો હટાવ્યા હતા.

વલ્લભપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ્ર મંત્રી બ્રિજેશ ઠાકર સાથે ટેલીફોનીક સાથે વાત કરતા તેવો ના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષથી દબાળકર્તાને નોટીસો તેમજ મોખીક સુચનાઓ આપી હોવા છતાં દબાળકર્તા તેવો ની મનમાની કરતા હતા . જેથી આજરોજ ડાકોર પોલીસ તેમજ સરપંચને સાથે રાખી અડચણરૂપ દબાળો તોડી પાડવામાં આવ્યા હતા

Copyright © All rights reserved. | Developed by Aneri Developers