Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નિક્કીને ચાલુ કારમાંથી બહાર ફેંકવા માગતો હતો સાહિલ

ઘટનાને રોડ એક્સીડન્ટમાં ખપાવવા માંગતો હતો : પહેલાં ટ્રક કે પછી કોઈ ભારે વાહન દ્વારા લાશને કચડી નાખવાનો વિચાર કર્યો હતો

(એજન્સી)નવી દિલ્હી, નિક્કી યાદવ હત્યકાંડમાં સામેલ દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ નવિન પર કંઝાવલા પોલીસ સ્ટેશનમાં ૨૦૧૮માં છેડતીનો એક કેસ દાખલ થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજપ, આરોપી સાહિલ ગેહલોતની માસીના દીકરા નવિન પર મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. એ જ રીતે સાહિલના પિતા વીરેન્દ્ર સિંહ પણ જૂન ૧૯૯૭માં એક હત્યાના કેસમાં આરોપી રહી ચૂક્યા છે. જેને નીચલી કોર્ટે સજા ફટકારી હતી.

જાે કે, હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા. પોલીસ તમામ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તે તપાસી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મહિપાલપુરમાં રહેતી એક મહિલાએ ૪ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પોતાની  સાથે ઘટના હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદ દાખલ ન કરી તો તેણે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. કોર્ટે પોલીસને કેસ નોંધવા માટે આદેશ આપ્યો હતો. એ પછી ૨૦ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ કંઝાવલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. નવિન પર મારપીટ, છેડતી, યૌન ઉત્પીડન, ર્નિવસ્ત્ર કરવું, તોડફોડ અને જાનથી મારી નખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધાયો હતો.

પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને તેના આધારે નવિન પર આરોપો નક્કી થયા હતા. જાે કે, આ કેસ કોર્ટમાં હજુ પણ પેન્ડિંગ છે. દ્‌નારકાની ડીસીપી ઓફિસમાં તૈનાત રહેલા નવિનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. નવિન સહિત બાકીના પાંચ આરોપીઓની ષડયંત્ર રચવા બદલ, પુરાવા નષ્ટ કરવા બદલ, પોલીસને ગેરમાર્ગે દોરવા અને ગુનેગારને સંરક્ષણ આપવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સાહિલે પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે, તેનો ઈરાદો નિક્કીને ચાલુ કારમાંથી બહાર ફેંકી દેવાનો હતો. જેથી એ ઘટનાને રોડ એક્સીડન્ટમાં ખપાવી શકે. પહેલાં ટ્રક કે પછી કોઈ ભારે વાહન દ્વારા લાશને કચડી નાખવાનો વિચાર કર્યો હતો. ટ્રાફિક અને દિવસનો સમય હોવાથી તે આવું કરી શક્યો નહીં.

એટલા માટે નિગમ બોધના પાર્કિંગમાં ડેટા કેબલથી તેનું ગળુ દબાવીને હત્યા કરી અને લાશ ફ્રિજમાં સંતાડી હતી. પોલીસે ડેટા કેબલ કબજે કરી લીધો છે. પોલીસને કોર્ટ દ્વારા મુખ્ય આરોપી સાહિલના બે દિવસના રિમાન્ડ મળ્યા છે. નિક્કી સાથે સાહિલે ગ્રેટર નોઈડામાં આર્ય સમાજ મંદિરમાં ૧ ઓક્ટોબર, ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. સ્પેશિયલ સીપી ક્રાઈમ, રવિન્દ્ર યાદવે જણાવ્યું કે, લગ્નના સાક્ષીઓ અને મંદિરના પુજારી સાથે સાહિલનો આમનો સામનો કરાવવામાં આવશે. સાહિલને એ તમામ ફ્લેટ્‌સ અને હોટલમાં લઈ જવામાં આવશે કે જ્યાં તે નિક્કી સાથે રોકાયો હતો. હાલ આ કેસમાં છ જેટલાં આરોપી છે. જેમની વિરુદ્ધ ચોક્કસ પુરાવાનો અભાવ છે. આ કેસમા બીજા કોઈનું કનેક્શન સામે આવ્યું નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers