Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ITI-પોલિટેકનિકના પાસ આઉટ થયેલા યુવાનો સેનામાં ભરતી થઈ શકશે

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી , કેન્દ્ર સરકારે યુવાનો હિતમાં સેના ભરતીને લઈને મોટો ર્નિણય કર્યો છે. થોડા સમય પહેલા જ સરકારે અગ્નિપથ યોજના માટેની જાહેરાત કરી હતી. જેમા આજે અગ્નિપથ યોજના હેઠળની ભરતીના નિયમોમાં થોડા સુધારા કર્યા છે.

જેમા હવે આઈટીઆઈ અને પોલિટેકનિકના પાસ આઉટ થયેલા યુવાનો અરજી કરી શકશે. કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળની ભરતીમાં જાેડાવા ઈચ્છતા યુવાનો માટે તેમની યોગ્યતા અને માપદંડમાં સુધારો કર્યો છે.

જે અતર્ગત અગ્નિપથ યોજના હેઠળ પુર્વ કૌશલ્ય ધરાવતા યુવાનો ભાગ લઈ શકશે. જેમાં આઈટીઆઈ -પોલિટેકનિક પાસ આઉટ થયેલા ટેકનિકલ શાખામાં અરજી કરી શકશે. આ નિયમોમાં સુધારો થવાથી પુર્વ કૌશલ્ય ધરાવતા યુવાનો ધરાવતા યુવાનોને સારુ પ્રોત્સાહન મળી શકશે. અને તેનાથી ટ્રેનિંગનો સમય પણ ઓછો થઈ જશે. અને વધુમાં વધુ યુવાનોને આ તકનો લાભ મળી શકશે.

અગ્નિપથ યોજના હેઠળ ભરતીમાં જાેડાવા ઈચ્છતા યુવાનોએ આ માટે ૧૬ ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરુ થઈ ગયુ છે. જેમા અવિવાહિત પુરુષ ઉમેદવારોએ આ ૨૦૨૩-૨૪ની ભરતી માટે અગ્નિપથ યોજના માટે સેનાની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers